માંગણી:સુઇગામના આરોગ્ય કર્મીઓએ રજાના દિવસે વેક્સિનેશન બંધ રાખવા રજૂઆત

સુઈગામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુઇગામના આરોગ્ય કર્મીઓએ રજાના દિવસે વેક્સિનેશન બંધ રાખવા, વળતર આપવા THOને રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સુઇગામના આરોગ્ય કર્મીઓએ રજાના દિવસે વેક્સિનેશન બંધ રાખવા, વળતર આપવા THOને રજૂઆત કરી હતી.

કોરોના સમયથી રાત-દિવસ મહેનત કરી રહેલા આરોગ્ય કર્મીઓએ કોરોનાના કેશ ઘટતા રજાના દિવસે વેક્સિનેશન બંધ રાખવાના મુડમાં જોવા મળ્યા હતા. સુઇગામ તાલુકાના આરોગ્યકર્મીઓએ બુધવારે સુઇગામ તાલુકા હેલ્થ કચેરીએ જઈ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી દરમિયાન એક પણ રજા કે રવિવારના દિવસની રજાનો લાભ મળેલ નથી તેમજ તમામ અધિકારીઓની સાથે મળી ગ્રામ્યકક્ષાએ તમામ સેવાઓ પૂરી પાડી છે.

આરોગ્ય કર્મચારીઓ જાહેર રજાના દિવસે પણ કામ કરેલ છે. જે અંદાજિત 120 દિવસ જેટલા થાય છે. જે કામગીરીના દિવસો કાયમી કર્મચારીને રોકડ પગાર અથવા વળતર રજા અને આઉટસોર્સ કર્મચારીઓને એ દિવસોનો પગાર આપવા માટે આરોગ્યકર્મીઓએ સુઇગામ તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...