તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ વર્કર વિરુદ્ધ કાર્યવાહી:નામ બદલી ઘરે ખાનગી દવાખાનું ચલાવતો આરોગ્ય કર્મી ઝડપાયો,ગાડી ભરાય તેટલી દવાઓ જપ્ત કરાઈ

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાડી ભરાય તેટલી માત્રામાં દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. - Divya Bhaskar
ગાડી ભરાય તેટલી માત્રામાં દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.
 • ડીસાની લોરવાડા પીએચસીનો મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કાંકરેજના ઉણમાં ઘરે પ્રેક્ટિસ કરતો હતો
 • પિતાની તબિયતનું બહાનું બતાવી 6 મહિનાથી બિનપગારી રજા પર રહી ઘરે દવાખાનું ચલાવતો હતો,આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી,મેડિકલ ઓફિસરે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ડીસાની લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતો મલ્ટી પરપઝ હેલ્થ વર્કર દિલીપ દલસુખભાઈ જોશી કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં પોતાના ઘરે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા આરોગ્ય વિભાગે ઝડપી પાડયો હતો. પિતાની તબિયતનું બહાનું બતાવી હેલ્થ વર્કર 6 મહિનાથી બિનપગારી રજા પર રહી નામ બદલીને સરકારની આંખોમાં ધૂળ નાખતો હતો. ગાડી ભરાય તેટલી માત્રામાં દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. લોરવાડા મેડિકલ ઓફિસરે થરા પોલીસ મથકે હેલ્થ વર્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીને કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આરોગ્ય કર્મી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તેવી બાતમી મળી હતી જેના પગલે કાંકરેજના તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સંજય ઉર્ફે દિલીપ દલસુખભાઈ જોશીના ઘરે પહોંચી હતી. સંજય લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી કપાત પગાર પર એના પિતા બીમાર છે તેવું બહાનું બતાવી રજા પર હતો.આરોગ્યની ટીમ ઘરે પહોંચી ત્યારે તે ઘરે હાજર ન હતો .

પરિવારના સભ્યો દ્વારા બોલવવામાં આવતા તેને ઝડપી લેવાયો હતો. અને પોલીસ મથકમાં લવાયો હતો. તેના ઘરેથી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડોક્ટર કેપી દેલવાડીયાએ થરા પોલીસ ને ભારતીય ફોજદારી ધારાની કલમ 269,270 અને ધી મેડિકલ ગુજરાત પ્રેક્ટિશ એક્ટ કલમ 30,35 મુજબ ફરિયાદ નોંધવા લેખિત આપતા પોલીસે ગુનો નોંધી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

સંજયે ગામમાં દિલીપ નામ ધારણ કરી દવાખાનાની ધૂણી ધખાવી હતી
સંજય નામ હોવા છતાં તેણે પોતાના ગામમાં દિલીપ નામ રાખીને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો હતો. આરોગ્ય વિભાગ સમક્ષ પોતાના નિવેદનમાં તેણે અનઅધિકૃત પ્રેક્ટિસ કરતો હોવાનું કબૂલી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો