તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ તલાક:પાલનપુરની પરિણીતાને ત્રણ તલાક આપી દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણના વાગડોદના સાસરીયાં ફરિયાદ નોંધાઈ

પાલનપુર મફતપુરા વિસ્તારની મહિલાના લગ્ન પાટણના વાગડોદ ગામે થયા હતા. જ્યાં તેણીના પતિ સહિત સાસરીયાંઓએ શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો. અને ત્રણ તલાક આપી દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીને પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા સોફીયાબાનુના નિકાહ પાટણ તાલુકાના વાગડોદના યારેખાન શારુખ દિલાવરખાન બલોચ સાથે થયા હતા. જોકે તેનો પતિ અવાર - નવાર ઘરે મોડા આવતો હતો. તેમજ સગી મામી સાથે અનૈતિક સબંધ રાખતો હોઇ કહેવા જતાં અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો. અને રૂપિયા પાંચ લાખના દહેજની માંગણી કરી હતી. જ્યારે સઇદાબેન દિલાવરખાન બલોચે ચઢમણી કરાવી લડાઇ- ઝઘડા કરાવ્યા હતા. યારેખાને તુ મને ગમતી નથી. તેમ કહી ત્રણ વખત તલાક આપી પહેરેલે કપડે દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.

આ અંગે સોફીયાબેને પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે યારેખાન અને સઇદાબેન સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની વધુ તપાસ મહિલા પોલીસ મથકના પીઆઇ પી. આર. મોદી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો