વધામણાં:દીપાવલીના ઉમંગ સાથે નવા વર્ષનાં વધામણાં

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની થાળીમાં મા અંબાને રાજભોગ ધરાવાયો, અંબાજી, ધરણીધર ધામ ઢીમા, નડાબેટ નડેશ્વરી માતા, બાલારામ, વડગામના મગરવાડામાં વીર મહારાજ મંદિર સહિત દેવ મંદિરોમાં ભક્તો શીશ ઝૂકાવશે

બનાસકાંઠા જિલ્લામાં વિક્રમ સવંત 2077ની વિદાય સાથે નવા વર્ષ 2078ની હર્ષોલ્લાસ સાથે આજે બેસતા વર્ષના દિવસે વધામણાં કરવામાં આવશે. વડીલોને પ્રમાણ સાથે દેવ દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કરવામાં આવશે. જે પૂર્વે બુધવારે રાત્રે દિપાવલી પર્વની ઊજવણી કરાઈ હતી. રાત્રે ફટાકડાના ધડાકાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતુ. તો આકાશમાં રોકેટના રંગબેરંગી પ્રકાશપૂંજથી ઝગમગાટ છવાઇ ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વિક્રમ સવંત 2078ના હર્ષોલ્લાસથી વધામણાં કરવામાં આવશે.

વહેલી સવારે લોકો યાત્રાધામ અંબાજી, ધરણીધર ધામ ઢીમા, નડાબેટ નડેશ્વરી માતા, બાલારામ, ગંગેશ્વર મહાદેવજી, દાંતાના જય વિજય મહાદેવ, પાલનપુર પાતાળેશ્વર મહાદેવજી, વડગામના મગરવાડામાં વીર મહારાજ મંદિર, ડાલવાણા વારંદા વિર મહારાજ સહિત તાલુકા અને ગ્રામિણ વિસ્તારોમાં આવેલા દેવી- દેવતાઓના મંદિરે લોકો શીશ ઝુકાવી આશીર્વાદ મેળવશે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં સાંજે લોકો એક બીજાના ઘરે જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. દરમિયાન દિપાવલીની રાત્રે વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...