તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘો મહેરબાન:બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી, ગરમીથી લોકોને આંશિક રાહત

બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પડેલા વરસાદના લઈ મોટાભાગના ખેડૂતોએ મગફળી ઘાસચારો જેવી ખેતી કરી બેઠા હતા, ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. જોકે, સાંજના સુમારે અમીરગઢ ઈકબાલગઢ સહિત આબુરોડ પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ શહીત આબુરોડ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી હતી. જોકે, અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ વરસાદ ખેચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, દિવસભરના ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ બેસતાં જ જિલ્લાના અનેક તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતરો લાવી વાવેતર કરી બેઠા હતા, પરંતુ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી હતી. સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ ઇકબાલગઢ આબુરોડ સહિત અનેક પંથકમાં વરસાદ પડતા ખેડૂતોને ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...