તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Half Of The House In The Rs 15 Lakh Interest Vicious Cycle Wrote To The Financier, The Family Sought Permission From The Collector Of Mass Extinction

લોનના હપ્તા:15 લાખના વ્યાજના વિષચક્રમાં અડધું મકાન ફાયનાન્સરને લખી આપ્યું, પરિવારે સામુહિક આત્મવિલોપનની કલેકટર પાસે મંજૂરી માંગી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડગામમાં એક પરિવાર વ્યાજના ચક્રમાં ઘરનું ઘર ગુમાવવાનો વારો
  • અકસ્માત બાદ લોનના હપ્તા ન ભરાતાં ફાયનાન્સરની ધમકી વધતા પરિવારે સામુહિક આત્મવિલોપનની કલેકટર પાસે મંજૂરી માંગી

વડગામમાં રહેતો એક પરિવાર વ્યાજના ચક્રમાં ઘરનું ઘર ગુમાવવાનો વારો આવ્યો છે. ઘર લેવા માટે લીધેલા 15 લાખના વ્યાજના વિષચક્રમાં અડધું મકાન ફાયનાન્સરને લખી આપ્યું હતું. હવે ફાયનાન્સરની ધમકી વધતા સમગ્ર પરિવારે સામુહિક આત્મવિલોપનની કલેકટર પાસે મંજૂરી માંગતા હડકંપ મચી ગયો છે. પાલનપુરની કલેકટર કચેરીમાં શુક્રવારે બપોરે વડગામથી પતિ-પત્ની તેમના પુત્ર સાથે કલેકટરને આત્મવિલોપનની અરજી આપવા આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકડામણ અનુભવતા તગારામના પત્ની શુગણાદેવી માળીએ કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે "વડગામમાં એયુ ફાઈનાન્સની લોન કરાવીને 15 લાખ મકાન પર લીધા હતા. તેવામાં પતિનો અકસ્માત થતાં લોનના હપ્તા ભરાયા નહીં. એટલે સેંધણી ગામના કાંતિભાઈ કટારિયાએ વ્યાજે 15 લાખ રૂપિયા આપવાની વાત કરતા અમે તેમની પાસેથી નાણાં લઇ ફાઈનાન્સ કંપનીમાં લોન ભરપાઇ કરી દીધી હતી.

જે બાદ કાંતિભાઈની ઉઘરાણી વધી જતાં મકાનનો ઉપરનો ભાગનો તેમના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ તે હવે આખું મકાન ખાલી કરાવવા દબાણ કરે છે. પતિનો અકસ્માત થતા અમે જરૂરી વસ્તુઓ મળે એટલે સુથારવાસમાં મકાન ભાડે રાખીને રહીએ છીએ. હાલમાં અમારા ઘરને અમે જે લોક માર્યું હતું તે પણ તોડી અંદરથી સામાન બહાર કાઢી પોતાનું તાળું મારી દીધું છે. હવે જો અમને ન્યાય નહીં મળે તો અમારે સામૂહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે.’ તેવી લેખિત રજુઆત બાદ કલેકટરએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...