તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાનું આગમન:વડગામમાં અડધો ઈંચ વરસાદ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડગામપંથકમાં બુધવારે સાંજે વરસાદી ઝાપટું પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
વડગામપંથકમાં બુધવારે સાંજે વરસાદી ઝાપટું પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
  • પાલનપુર -અંબાજીમાં છુટાછવાયા ઝાપટાં,દિવસભરના ઉકળાટથી રાહત
  • ઉત્તર ગુજરાતમાં વડાલીમાં પોણો ઇંચ,જોટાણામાં અડધા ઇંચ વરસાદ પડ્યો

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે પાલનપુરના ગ્રામિણ વિસ્તારો તેમજ અંબાજીપંથકમાં વરસાદના છુટાછવાયા ઝાપટા પડ્યા હતા. જ્યારે બુધવારે સાંજના સુમારે વડગામપંથકમાં 12મી. મી. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આગામી બે દિવસો દરમિયાન છુટા છવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં 20 જુન પછી ચોમાસાની રૂતુનો પ્રારંભ થતો હોય છે. જે પહેલા બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે. જ્યાં મંગળવારે રાત્રે પાલનપુર તાલુકાના વાસણ, વાસણા (જ) સહિતના વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. અંબાજીમાં ભારે વરસાદી ઝાપટું પડતાં માર્ગ ઉપર પાણી રેલાયા હતા.

દરમિયાન બુધવારે સાંજના સુમારે વડગામપંથકમાં વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. જ્યાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ અંગે પાલનપુર ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, વડગામમાં સાંજે 4થી 6ના સમય દરમિયાન 12 મી. મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન આગામી બે દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

48 કલાકની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં તા.17 અને 18 જૂને છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, વરસાદ સાથે ભારે ગાજવીજ થવાની શક્યતા છે. આગામી 48 કલાક સુધી કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે.

ક્યાં કેટલો વરસાદ

તાલુકોવરસાદ
વડાલી16 મીમી
વડગામ14 મીમી
જોટાણા12 મીમી
પ્રાંતિજ10 મીમી
ઊંઝા04 મીમી
ખેડબ્રહ્મા04 મીમી
ખેરાલુ02 મીમી

હિંમતનગર

02 મીમી
ઇડર02 મીમી

મહેસાણા

01 મીમી
અન્ય સમાચારો પણ છે...