કાર્યવાહી:હડાદમાં મારી પત્ની સાથે આડા સંબંધો છે તેમ કહી પથ્થર માર્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારમારી ધમકી આપનાર સામે ફરિયાદ

હડાદમાં મારી પત્ની સાથે આડા સબંધો છે તેમ કહી પથ્થર મારતાં ફરિયાદ નોંધાઈ હતી. હડાદમાં રહેતા વિનોદભાઈ પ્રજાપતિએ શોહિલ ઉર્ફે રામો ઈકબાલભાઈ મન્સૂરીને ચાર વર્ષથી ભાડે મકાન આપ્યું હતું જે ભાડાના પૈસા માટે વિનોદભાઈ અવારનવાર ઉધરાણી કરતા ત્યારે શોહિલ પૈસા માટે જગડા કરતો ત્યારે ગુરુવારે સાંજના પણ દસેક વાગે વિનોદભાઈ બજારમાંથી ટ્રેક્ટર લઈને કરી જતા હતા.

દરમિયાન સોહીલ ઉર્ફે રામો ઈકલાબ મન્સૂરી રસ્તામાં આવીને કહેવા લાગ્યો કે મારી પત્ની સાથે તારા આડા સંબંધ છે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ઉઠતા પત્થર મારવા લાગે જેથી વિનોદભાઈને છાતીના ભાગે કથા લાગે તેમજ પગના ભાગે ઈજા પહોંચતા તેમજ ગડદાપાટુનો માર મારવા લાગ્યો જેથી નજીકમાંથી કુંટુંબીઓ આવી જતાં વિનોદભાઈને છોડાવ્યા હતા.

તેમજ અવારનવાર આ શોહિલ ઉર્ફે રામો ઈકબાલ મન્સૂરી પથ્થર મારામારી કરેલ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિનોદભાઈ બબાભાઈ પ્રજાપતિએ હડાદ પોલીસ મથકે શોહિલ ઈકબાલ મન્સૂરી (રહે.હડાદ) સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...