તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહસ:વિશ્વના સૌથી ઊંચા લદાખના મોટરેબલ રોડ ઉપર ગુજ્જુ સાયકલીસ્ટ ટીમે લહેરાવ્યો તિરંગો

પાલનપુર25 દિવસ પહેલા
  • ડીસાની બે મહિલાઓ સહિત 13 સભ્યો નું ગૃપ સાયકલ યાત્રામાં જોડાયું હતું
  • રાઈડ ફોર નેશન, રાઈડ ફોર વેકસીનેશન નો સંદેશ પહોંચતો કર્યો

રાઈડ ફોર નેશન, રાઈડ ફોર વેકસીનેશન સાયકલ યાત્રાનું લદાખમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ પર સફળ સમાપન, બે મહિલાઓ સહિત ડીસા અને ગુજરાતના 13 સાયકલીસ્ટની સાહસિક સાયકલ યાત્રાએ 'ફિટ ઇન્ડિયા' અભિયાનને પણ સાર્થક કર્યું હતું.

રાઇડ ફોર નેશન, રાઈડ ફોર વેકસીનેશન ના નારા સાથે ડીસા અને ગુજરાતના 13 લોકોએ મનાલીથી લેહ, લદાખના વિશ્વના ઉંચામાં ઉંચા મોટરેબલ રોડ 18,380 ફુટ સુધી ભારત બચાવો વિશ્વ બચાવો ના નારા સાથે કોરોના રસીકરણની જાગૃતિ માટેની સાઇકલ યાત્રા પૂર્ણ કરી છે. 500 કી.મી થી વધુ સાઇકલ યાત્રા ગુરૂવારે હેમખેમ પૂર્ણ થઈ હતી. રસ્તામાં આવતા નાનામાં નાના ગામડાઓના લોકોને પણ આ સાયકલીસ્ટોએ હસ્તાક્ષર અભિયાન થકી કોરોના રસીકરણ માટે સમર્થન મેળવ્યું હતું.

વિશ્વના ઉંચામાં ઉંચા મોટરેબલ રોડ પર તિરંગો ઝંડો લહેરાવી આ સાઇકલ યાત્રાનું સમાપન કર્યું હતું. આ સાયકલ યાત્રામાં ડીસાના ડૉ. મેહુલ મોઢ, ડૉ. સ્મિતા મોઢ તેમજ ભામિનીબેન મિતેનભાઈ મેવાડાએ કરેલ સાહસે મહિલા સશકિતકરણનું પણ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ પણ આ સાયકલ યાત્રામાં જોડાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 'ફિટ ઇન્ડિયા' અભિયાનને સાર્થક કર્યું હતું.

આ સાઇકલ યાત્રાને મનાલી વહીવટી વિભાગ અને લદાખ વહીવટી વિભાગે પણ આવકારી સાહસિક સાયકલ યાત્રામાં જોડાયેલ ડીસાની બે મહિલાઓ સહિત તમામ ગુજ્જુ સાયકલીસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. સાયકલ યાત્રા દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ અને ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવેનો પણ સુંદર સાથ સહકાર મળ્યો હતો તેમ પ્રવિણ માળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...