ગૌરવ:ઉત્તરપ્રદેશમાં 11મી નેશનલ ઇન્ડોર તીરંદાજીમાં ગુજરાતને 30 મેડલ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાં 11મી નેશનલ લેવલની ઇન્ડોર ફિલ્ડ આર્ચરી સ્પર્ધામાં ગુજરાતની ટીમે 30 મેડલ્સ મેળવ્યા હતા. - Divya Bhaskar
ઉત્તરપ્રદેશમાં 11મી નેશનલ લેવલની ઇન્ડોર ફિલ્ડ આર્ચરી સ્પર્ધામાં ગુજરાતની ટીમે 30 મેડલ્સ મેળવ્યા હતા.
  • અંબાજી, કચ્છ-ભુજ, ભાવનગર, પંચમહાલના 27 ખેલાડીઓએ ગુજરાતની ટીમમાં ભાગ લીધો હતો
  • 9 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું

ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી 11મી નેશનલ લેવલની ઇન્ડોર ફિલ્ડ આર્ચરી સ્પર્ધામાં ગુજરાતની ટીમે 30 મેડલ્સ મેળવી ગૌરવ મેળવ્યું છે. ઉત્તરપ્રદેશના હૈદરગઢ, બારાબંકી ખાતે 11 થી 14 નવેમ્બર-2021 દરમિયાન ઇન્ડોર ફિલ્ડ આર્ચરીની નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાતની ટીમમાંથી 27 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ભાઇઓ, બહેનોની આ ટીમે 9 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતને ગૌરવ અપાવેલ છે. એકલવ્ય સ્કૂલ અંબાજી, કચ્છ-ભુજ, ભાવનગર, પંચમહાલનાં તિરંદાજી ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવી 30 મેડલ્સ મેળવી સમગ્ર દેશમાં ચોથો નંબર પ્રાપ્ત કરી ગુજરાતને ગૌરવ અપાવેલ છે. ગુજરાત ઇન્ડોર ફિલ્ડ આર્ચરીના પ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, મંત્રી પિયુષ જાલોરા અને ટીમ કોચ નિવર સોલંકીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...