યજ્ઞ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાલનપુર ખાતે યજ્ઞનું આયોજન કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીજીના 71 માં જન્મદિવસ નિમિતે 71 યોગસેવકો દ્વારા યજ્ઞમાં આહુતી અપાઈ
  • સ્વસ્થ જીવન અને દીર્ઘાયુની કામના માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે 71 યોગ સેન્ટરો પર તેમના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુની કામના માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બનાસકાંઠાનું જિલ્લા મથક પાલનપુરમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે યોગસેવકો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાઆ યજ્ઞમાં 71 યોગસેવકો તેમજ પાલિકા પ્રમુખ દ્વારા આહુતિ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ યોગ કોચ અને યોગસેવકો તેમજ ગાયત્રી પરિવારના સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

71 સ્થળો પર 71 યજ્ઞનું અને 71 યોગનું આયોજનયોગ કોચ ઈશ્વર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ હોવાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન ઈશ્વરભાઈ દ્વારા ગુજરાતમાં 71 સ્થળો પર 71 યજ્ઞનું અને 71 યોગનું આયોજન કરેલું હોવાથી બનાસકાંઠા જિલ્લામાં યજ્ઞ અને યોગનું પાલનપુર ખાતે ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. 71 યોગ સાધકો પણ જોડાયા હતા. તેમજ 71 આહુતિઓ યજ્ઞમાં આપવામાં આવી હતી. 71 ગાયત્રી મંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...