યોગ સંવાદ:પાલનપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોજાયો

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતને યોગમય બનાવી આપણે રોગમુક્ત જીવનશૈલી અપનાવીએ: ચેરમેન યોગસેવક શીશપાલજી

પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન- યોગસેવક શીશપાલજીએ યોગ સંવાદ તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, વિશ્વમાં યોગને સન્માન મળે તે માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગમય વાતાવરણ ઉભુ કર્યું છે. ત્યારે આપણે આપણા જિલ્લાને રોગમુક્ત બનાવવા યોગમય જીવનશૈલી અપનાવીએ. યોગસેવકએ રોજ વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને શક્તિ મળે છે અને સમગ્ર દિવસ દરમ્યાન સ્ફૂર્તિ જણાય છે.

જીવનમાં કોઈપણ કામ કરો જેમાં પુરુષાર્થનું ખુબ મહત્વ છે એટલે જ જીવનમાં યોગરૂપી પુરુષાર્થ કરી જીવનના શારીરીક અને માનસિક રોગોમાંથી મુક્તિ મેળવીએ. સમગ્ર ગુજરાતને યોગમય બનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, યોગથી સંસ્કૃતિ, શક્તિ અને સ્વાસ્થ્યનું વાતાવરણ ઉભું થાય છે. જે વ્યકિત નિયમિત યોગ કરે છે તે રોગમુક્ત જીવન જીવી શકે છે.

યોગ સંવાદ કાર્યક્રમ માં લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલે જીવનમાં યોગનું મહત્વ અને તેના ફાયદા વિશે જણાવતા કહ્યું હતું કે, યોગથી શારીરીક ઉર્જા મળે છે તથા માનસિક તણાવને ઘટાડવામાં યોગ ખૂબ જ ઉપયોગી છે. સાસંદએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ યોગને મહત્વ આપી સમગ્ર વિશ્વને યોગમય બનાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લોકોમાં ડાયાબિટીસ, બી.પી., માનસિક તાણ જેવા અનેક રોગોનો સામાનો કરી રહ્યા છે તેને યોગના માધ્યમથી દૂર કરી શકાય છે. સાસંદએ જિલ્લાના યોગ ટ્રનરોને અપીલ કરતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના જન જન સુધી યોગ પહોંચાડી યોગમય વાતાવરણ બની રહે તેવા પ્રયાસો કરવા અને લોકોને નિરોગી જીવનનો સંકલ્પ લેવા તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...