ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સુપ્રસિદ્ધ અંબાજી ધામ પહોંચ્યા હતા. જગદીશ ઠાકોર મા અંબાના દર્શન કરી જગત જનનીના આશીર્વાદ લઇ બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના સમગ્ર ધારાસભ્ય કોંગ્રેસ જિલ્લાના કોંગ્રેસ સમિતિ નેતૃત્વમાં અંબાના ચરણોમાં વંદન કરીને આજે તાલીમ શિબિર શરુ કરવા જઈ રહ્યા છે.
જગદીશ ઠાકોર માના ચરણોમાં દર્શન કરતા ત્યારે ગુજરાતના સુખ સમૃદ્ધિ અને સદાય દેશ અને ગુજરાત આગળ વધે લોકોને શાંતિ સુખમય જીવન જીવે એવી માના ચરણોમાં જગદીશ ઠાકોર એ પ્રાર્થના કરી હતી અને ગુજરાત ભય અને ડરનો માહોલ છે એ દૂર થાય લોકો ખૂબ ભાઇચારાની ભાવનાથી રહે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મા અંબાના દર્શન કર્યા જગત જનની મા અંબાના આશીર્વાદ લઈને આજે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના સમગ્ર ધારાસભ્ય કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિનુ નેતૃત્વ માં અંબાના ચરણોમાં વંદન કરીને આજે તાલીમ શિબિર શરૂઆત કરવા જય રહ્યા છીએ. માના ચરણોમાં દર્શન કરતા ત્યારે ગુજરાતમાં સુખ સમૃદ્ધિ બને સદાય દેશ અને ગુજરાત આગળ આવે લોકો શાંતિથી સુખ મય જીવન જીવે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
ગુજરાત ભય અને ડરનો માહોલ છે એ દૂર થાઈ લોકો ખુબ ભાઈ ચારા ની ભાવનાથી રહે એવા માના ચરણોમા વંદન કરીએ છીએ. આજે બધા સાથે મળીને આખો દિવસ ચંતન મનન કરીને બનાસકાંઠા ગુજરાત કોંગ્રેસનુ નેતૃત્વ કઈ ખીલી શકે. આવતા દિવસોમાં 2022માં શ્રદ્ધા સુમન સાથે દર્શન કર્યા છે ત્યારે સત્તામાં આવી જે રણનીતિ બનાવાની થાઈ જેના ભાગ રૂપે આજે દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિરની શરૂઆત કરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.