તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ બનાસકાંઠાની મુલાકાતે

પાલનપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રશાંત કોરાટ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શન માટે પહોંચ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ આજે પ્રશાંત કોરાટ પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા ભાજપના આગેવાનો, યુવા મોરચાના ભાજપના આગેવાનો સહિત કાર્યકરોએ હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ પાલનપુર ખાતે ભાજપ કાર્યાલયની મુલાકાતે આવ્યા બાદ ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. તેમજ પ્રશાંત કોરાટ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શન માટે ગયા હતા.

ગુજરાત ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ મીડિયા સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાકેશ ટીકેત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તે ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ખુબજ સારા છે અને બધા ખેડૂતો જાણે છે કે રાકેશ ટીકેત પોતાનો રાજકીય રોટલા શેકવા ગુજરાતમાં આવી રહ્યાં છે. વધુમાં ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો