તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડગામ તાલુકાના છાપી નજીક આવેલ રજોસણા ગામે રવિવાર સાંજે ખેતીની જમીનની માલિકી બાબતે બે જૂથો બાખડયા હતા. જેમાં ટોળાનો બે મહિલા સહિત કુલ પાંચ લોકો ઉપર ઘાતકી હથિયારોથી હુમલો કરતાં તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રજોસણા ગામે ત્રણ ચાર વર્ષથી ખેતીની જમીનની માલિકીને લઈ બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં રવિવારે મુકેશભાઈ શંકરભાઈ દરજી, મહેશભાઈ શંકરભાઈ દરજી, અંકિત ઈશ્વરભાઈ દરજી, નારણ માનચંદ દરજી, નયનાબેન અશોકભાઈ દરજી તેમજ દીપિકાબેન વિજયભાઈ દરજી પોતાના ખેતરમાં ટ્રેકટર લઈ ખેડવા માટે ગયા હતા. તે દરમિયાન ખેતરમાં હાજર રહેલ મોહંમદ હનીફ ઇબ્રાહિમ માંકણોજિયા સહિત પંદરથી વીસ લોકોના ટોળાએ કહેલ કે આ ખેતર અમારું છે તેમ કહી અપશબ્દો બોલતા અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાતેય ઈસમોએ પાઇપો, ધારીયા, ધોકા વડે હુમલો કરી અંકિત દરજીને નાક ઉપર ધોકો મારી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે મુકેશભાઈની આંખ નીચે તિક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય લોકોને પણ ગડદાપાટુનો માર મારતા બુમાબમ કરતાં લોકો એકત્રિત થઈ વધુ મારથી છોડાવી ઈજાગ્રસ્તોને 108 દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ મુકેશભાઈ જ્યંતીભાઈ દરજીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરીએ હુમલો કરનારા વિરુદ્ધ તપાસ હાથ ધરી અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.
આમની સામે ફરિયાદ
1.મોહંમદ હનીફભાઈ ઇબ્રાહિમ માંકણોજીયા
2. મસદ હનીફ માંકણોજીયા
3.મસુંદ હનીફ માંકણોજીયા
4.મુકરમ લતીફ માંકણોજીયા
5. કમરૂદિન અબ્દુલ માંકણોજીયા
6. અબ્દુલ માંમજી માંકણોજીયા તેમજ બીજા પંદર જેટલા લોકો (તમામ રહે.રજોસણા,તા.વડગામ)
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.