પુત્રના પ્રેમની સજા માતા અને માસુમને!:કાંકરેજના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે ભરચક વિસ્તારમાં ધોળા દિવસે દાદી-પૌત્રની હત્યા

પાલનપુર2 મહિનો પહેલા
  • શિહોરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ હોવાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. રહેણાંક મકાનમાં દાદી પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, મૃતકના જેઠની ફરિયાદ મુજબ આ હત્યામાં મૃતકના પુત્રના પ્રેમ સંબંધનુ વેર રાખી બેચરાજીના શખ્સે હત્યાં કરી છે.

મૃતદેહ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી
કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે ભરચક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દાદી પૌત્રની ધોળા દિવસે હત્યા થતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. દાદી પૌત્રના મૃતદેહ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રેમ સંબંધમાં પુત્રની સજા માતાને મળી
આ અંગે મૃતકના જેઠએ ફરિયાદમાં લખાવ્યું છે કે, મારા નાના ભાઇનું 12 વર્ષ રહેલાં મૃત્યું થયું છે. જેમને બે સંતાન છે જેમાથીં એક જેનું નામ ચિરાગ જે પરિવાર સાથે સુરત રહે છે અને નાનો જેનું નામ ઉમંગ છે. ઉમંગ બેચરાજીના મુકેશ રાવળની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેથી તે તેને અહીંયા લઇ આવ્યો હતો.

બેચરાજીના મુકેશ રાવળની પત્નીને ઉમંગ લઇ આવતાં મુકેશ રાવળ વારંવાર ઘરે આવીને મારી નાખવાની ધાક ધમકી આપતાં હતા. જેથી ઉમંગ થોડા સમય પહેલાં જૂનાગઢ રહેવા જતો રહ્યો હતો. જ્યારે મારા ભાઇની પત્ની સુશીલાબહેન અને મારા ભત્રીજા ચિરાગનો દિકરો ધાર્મિક અહીંયા રહેતાં હતાં.

આજે મારા ભત્રીજા ચિરાગનો મને ફોન આવ્યો કે, મારા મમ્મી ફોન નથી ઉપાડતાં જેથી મે મારા દીકરાને ફોન આપવા મોકલ્યો પણ ઘરનો દરવાજો બંધ હતો. જેથી તે દિવાલ કુદીને અંદર ગયો ત્યારે મારા ભાભી અને ધાર્મિકને લોહીલુહાણ હાલતમાં જોતા દોડતો અમને કહેવા આવ્યો હતો. આ હત્યામાં અમને બેચરાજીના મુકેશ રાવળ પર શક છે.

પત્નીને ભગાડી જતાં તેના પતિએ જ હત્યા કરી હોવાની આશંકા : ફરિયાદી
‘મારાભાઈનો દીકરો ઉમંગ મુકેશભાઈ સાધુ જે કાનજીભાઈ રાવળ (રહે.બહુચરાજી) ની પત્ની સજ્જનબેનને આઠેક માસ અગાઉ ભગાડી લઇ આવેલ અને કાનજીભાઈ રાવળ મારા ભાઈના ઘરે અવાર-નવાર આવી ધમકીઓ આપતો હોઈ આ બન્નેની કરપીણ હત્યાની મુકેશભાઈ કાનજીભાઈ રાવળ પર શક છે.’ : મણીલાલ હરગોવનદાસ સાધુ (ફરિયાદી મૃતકના જેઠ)

ખૂબ જ કરૂણ, હૃદયદ્રાવક ઘટના : ડીવાયએસપી
‘દાદી-પૌત્રની હત્યા ખૂબ જ કરૂણ અને હૃદયદ્રાવક ઘટના બની છે અને આરોપી જલ્દીમાં જલ્દી ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે અને ડોગસ્કોડની તાત્કાલિક મદદ લેવાઇ છે. ડોગસ્કોડ બોલાવવામાં આવ્યું છે અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.’ (પી.કે.ચૌધરી ડીવાયએસપી)

અન્ય સમાચારો પણ છે...