તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સંપૂર્ણ લોકડાઉન આપો કે સમય મર્યાદામાં છુટ આપો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં આંશિક લોકડાઉનમાં દિવસ દરમિયાન લોકોની અવર જવર રહે છે. જ્યાં શાકભાજીની રેકડીઓ ઉપર માસ્ક વિના લોકો જણાઈ રહ્યા છે. - Divya Bhaskar
પાલનપુરમાં આંશિક લોકડાઉનમાં દિવસ દરમિયાન લોકોની અવર જવર રહે છે. જ્યાં શાકભાજીની રેકડીઓ ઉપર માસ્ક વિના લોકો જણાઈ રહ્યા છે.
  • નાના વેપારીઓના વેપાર ધંધા બંધ હોવાથી નુકસાન સહન કરવું પડ્યું,વેપાર કરવાની છૂટ આપવા એસોશિયેશનની માંગ
  • પાલનપુરમાં લોકડાઉન પહેલાના 20 દિવસમાં જે કેસ 623 હતા તે લોકડાઉનમાં વધીને 1802 થઇ ગયા

પાલનપુરમાં કોરોના વાયરસની ચેઇન તોડવા માટે 20 દિવસથી આંશિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. જોકે, શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાને બદલે વધારો થતાં 1802 કેસો નોંધાયા છે. બીજી તરફ નાના વેપારીઓના વેપાર ધંધા બંધ હોવાથી તેમને મોટું નૂકશાન સહન કરવું પડ્યું છે. આવી અન્યાય ભરી સ્થિતિમાં આવનારા સમયમાં કાંતો સંપૂર્ણ લોકડાઉન આપવા અથવા અંશત: લોકડાઉનમાં બધા વેપારીઓને સમય મર્યાદામાં વેપાર કરવાની છુટ આપવી જોઇએ તેમ નાના વેપારીઓ ઇચ્છી રહ્યા છે.

પાલનપુરમાં કોરોના વાયરસની ચેઇન તોડવા માટે 20 તારીખથી બજારમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જ્યાં મેડીકલ, શાકભાજી, ફળો સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી છે. જ્યારે કાપડ, બુટ ચપ્પલ, કટલરી, નાસ્તા હાઉસ, પાણી પુરી સહિત સિઝનેબલ ધંધો બંધ હોવાથી નાના વેપારીઓની હાલત કફોડી બનવા પામી છે.

આ અંગે વેપારી એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ મહેશ્વરીએ જણાવ્યુ કે, નગરપાલિકા દ્વારા 12,600 વેપારીઓને ગુમાસ્તાધારાના લાયસન્સ અપાયા છે. જેમાં 2500 જેટલી દુકાનો નાના વેપારીઓ ધરાવે છે. લોકડાઉનમાં એક વેપારીને દૈનિક 2000નું નૂકશાન થઈ રહ્યું છે. નાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

પરિવારજનોનું ગુજરાન ચલાવવું, બિમારીમાં સારવાર કરાવવી કે પછી દુકાનનું ભાડું ક્યાંથી ભરવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યારે આવનારા સમયમાં કાંતો સંપૂર્ણ લોકડાઉન આપવા અથવા અંશત: લોકડાઉનમાં બધા વેપારીઓને સમય મર્યાદામાં વેપાર કરવાની છુટ આપવી જોઇએ.

આંશિક લોકડાઉનમાં જ કોરોનાના કેસ વધ્યા
લોકડાઉન પહેલાના કેસ
1 એપ્રિલથી 19 એપ્રિલ 623
લોક ડાઉન પછીના કેસ
20 એપ્રિલ થી 10 મે 1802

પકોડીની લારી ચલાવતાં યુવાને દાગીના ગિરવે મુકયા
ઉત્તરપ્રદેશથી ધંધાર્થે પાલનપુરમાં આવેલા ભૈયાજી કનૈયાલાલે જણાવ્યું કે, પત્ની અને બે પુત્રો સાથે 2000 ચૂકવી ભાડાના મકાનમાં રહીએ છીએ. પરિવારજનો બિમાર પડી જતાં સારવાર માટે ઓળખીતા પાસે દાગીના ગિરવે મુકી વ્યાજે નાણાં લાવવા પડ્યા છે.

કાપડના 250 દુકાનદારોને દૈનિક રૂપિયા 5 લાખનું નૂકસાન
કાપડનો વેપાર કરતાં છગનભાઇ ખત્રીએ જણાવ્યું કે, પાલનપુરમાં 250 ઉપરાંત રેડીમેડ તેમજ અન્ય કાપડની દુકાનો આવેલી છે. આંશિક લોકડાઉનમાં દૈનિક 5 લાખનું નૂકશાન થઇ રહ્યું છે.

ટેસ્ટની સંખ્યા વધવાથી કેસો વધી રહ્યા છે
જિલ્લા એપેડેમીક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ કેસો વધવા પાછળનું કારણ આપતાં કહ્યુ કે, છેલ્લા 20 દિવસથી કોરોના ટેસ્ટની સંખ્યા 5000 ઉપર કરવામાં આવી છે. જે અગાઉ 2000 જેટલી હતી. જેના કારણે વધુ કેસો સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...