તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવગણના:બનાસકાંઠા ડીડીઓ ન્યાય સમિતિના ચેરમેનની અવગણના કરતા ગિન્નાયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેને લેખિતમાં કહ્યું: મને મારા દરેક પત્રોના જવાબ નહીં મળે તો કાર્યવાહીની ફરજ પડશે

બ.કા.ના ડીડીઓ ન્યાય સમિતિના ચેરમેનની વારંવાર અવગણના કરતા તેઓ ગિન્નાયા છે, પંચાયતી રાજ અધિનિયમનો અમલ કરવા અનેક વાર લેખિત રજૂઆતો કરવા છતાં ડીડીઓ ગંભીરતા ન લેતા ચેરમેને "આ છેલ્લો પત્ર લખી રહ્યો છું મને મારા દરેક પત્રોના જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવાની ફરજ પડશે." તેમ જણાવતા મામલો ગરમાયો છે.

કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સામાજિક ન્યાય સમિતિની રજુઆતોને ગંભીરતાથી ન લેતા ચેરમેને હવે બંધારણીય અધિકારો હેઠળ કાર્યવાહી કરવાની જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ચીમકી ઉચ્ચારી છે. આ અંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશ પરમારે જણાવ્યું કે "જિલ્લા કક્ષાએ સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષનું કોઈજ સ્થાન નથી. પંચાયતીરાજ અધિનિયમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પછી સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષનું બીજું સ્થાન છે, પરંતુ સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષની ઓફિસ, ખુરશીની કેવી દશા છે? અને દર વર્ષે મેજ ડાયરી છપાય છે. તેમાં પણ સામાજીક ન્યાય સમિતિ ઉપેક્ષીત હોય તેમ છેલ્લે તેમનું નામ ફોટો રાખેે છે. જેથી અમે લેખિત રજુઆત કરીને જણાવ્યું છે કે પંચાયતી રાજ અધિનિયમનો શબ્દે શબ્દે અમલ થાય, અત્યાર સુધી ઘણાં પત્રો લખ્યા છે, પરંતુ કોઈ જ પત્રનો જવાબ મળેલ નથી જેથી દરેક પત્રોના જવાબ નહિ મળે તો મારે ના છુટકે બંધારણીય (લોકશાહી) અધિકારીની રીતે આગળની કાર્યવાહી રીતે કરવાની ફરજ પડશે. તેમ રજુઆત કરી હતી."

અન્ય સમાચારો પણ છે...