કાર્યવાહી:લાખણીના આગથળા પાસેથી ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલા પાંચ ડમ્પરોને ભૂસ્તર વિભાગની ટીમે ઝડપી પાડ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટીમે આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. જેમાં આગથળા પાસે રેતીની ચોરી કરી જતા પાંચ ડમ્પરને ભૂસ્તર વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. ટીમે 1.40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતાં અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

લાખણી તાલુકાના આગથળા પાસેથી આજે ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલા પાંચ ડમ્પરોને ભૂસ્તર વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે. આજે વહેલી સવારે ખાનગી રાહે માહિતી મળતા જ ખાનગી વાહનોમાં બેસી ભૂસ્તર વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા 5 ડમ્પરોને થોભાવી તલાસી લેતાં રોયલ્ટી ભર્યા વગર રેતીની ચોરી કરી જતા હોવાનું માલુમ પડયું હતું. જેથી ટીમે તરત જ પાસે ડમ્પર સહિત કુલ 1.40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ડમ્પર માલિકોને અંદાજે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી હતી. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ભુમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...