• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • General Elections For 590 Gram Panchayats And By elections For 63 Gram Panchayats Will Be Held On December 19 In Banaskantha District.

ગ્રામ પંચાયતની ચૂંટણી:બનાસકાંઠા જિલ્લામાં 590 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં કુલ- 1843 મતદાન મથકો પર કુલ- 14 લાખ 80 જેટલાં મતદારો મતદાન કરશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 590 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બર-2022ના રોજ યોજાશે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1752 મતદાન મથકો પર અને પેટા ચૂંટણી 91 મતદાન મથકો પર આમ કુલ-1843 મતદાન મથકો પર કુલ-14 લાખ 80 હાજર 100 જેટલા મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે.

બનાસકાંઠા જિલ્લામાં કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેની વિગત જોઈએ તો પાલનપુર-87, વડગામ-72, દાંતા-48, અમીરગઢ-21, ડીસા-84, કાંકરેજ-55, દિયોદર-29, લાખણી-28, ધાનેરા-22, દાંતીવાડા-18, થરાદ-62, વાવ-23, સૂઇગામ-19 અને ભાભર-23 મળી કુલ-590 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

આ સાથે 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેની વિગત આ પ્રમાણે છે. પાલનપુર-3, વડગામ-5, દાંતા-1, અમીરગઢ-3, ડીસા-8, કાંકરેજ-5, દિયોદર-4, લાખણી-2, ધાનેરા-10, દાંતીવાડા-4, થરાદ-2, વાવ-6, સૂઇગામ-4 અને ભાભર-6 મળી કુલ-63 ગ્રામ પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. તેમ બનાસકાંઠા કલેક્ટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...