તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:ડીસાના જોખમનગર વિસ્તારમાં જીઇબીના કર્મચારીને વીજ કરંટ લાગતા મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ લાઈનના કામકાજ દરમિયાન કરંટ લાગ્યો

ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં વીજ લાઈનનું કામકાજ કરી રહેલા જીઇબીના કર્મચારીને વીજ કરંટ લાગતા મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. વીજ લાઇનનું કામકાજ કરતાં કરંટ લાગકાં કર્મચારી નીચે પટકાતા મોત થયું હતું.

ડીસા ખાતે કાર્યરત જીઇબી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઈ (રહે દેવસરી) આજરોજ ડીસાના જોખમ નગર વિસ્તારમાં વીજ લાઈનનું કામકાજ કરી રહ્યા હતા તે સમયે અચાનક બીજ લાઇનમાંથી કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા.

આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ તેમના પરિવારજનોને કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...