તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Gaubhaktas Today Sent An Application Letter To The District Collector Demanding To Give The Status Of Mother Of The Nation To Gaimata In Palanpur.

રજૂઆત:પાલનપુરમાં ગાયમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે ગૌભક્તોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌ ભક્તોએ માંગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

દેશભરમાં અબોલ ગૌમાતાને કતલખાને ધકેલાતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દિલ્હીના જતંર મંતર ખાતે અર્જુનભાઇ આંબલિયા છેલ્લા 166 દિવસથી ધરણાં પર બેઠા છે. જેના સમર્થનમાં આજે પાલનપુર ખાતે ગુજરાત માલધારી સેના, ભગવા આર્મી અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરાઈ હતી.

ભારતની અંદર ગૌહત્યા બંધ થાય એના માટે ધરણા પર બેઠા

વસંત ભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે અમે પાલનપુર કલેકટર કચેરીએ ગૌમાતાને રાષ્ટ્રીય માતા બનાવો એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જેમાં ગુજરાત માલધારી સેના, ભાગવા આર્મી, રાષ્ટ્રીય યુવા હિન્દૂ પરિસદ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે અર્જુનભાઈ આબલિયા 166 દિવસ થી દિલ્હી જંતર મંતર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને સંપૂર્ણ ભારતની અંદર ગૌહત્યા બંધ થાય એના માટે ધરણા પર બેઠા છે.

સરકાર કોઈપણ પગલાં નહીં લે તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું

તેમજ વધુમાં જણાવ્યું છે કે હજુ સુધી સરકાર દ્વારા ત્યાં કોઈ પણ પગલા લેવાયા નથી. સંપૂર્ણ રીતે બંધ થાય એના માટે અમે બનાસકાંઠાના ગૌરક્ષકો ભેગા મળીને આજે પાલનપુર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આજે ગૌવંશ કપાય છે. જો આપણે હિન્દુ બધા ભેગા થઇ ગૌવંશને બચાવીશું ત્યારે ગૌમાતા બચશે. અમારા બે મુદ્દા છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. ગૌહત્યા બંધ કરાવો તેવી અપીલ કરીએ છીએ. અત્યારે અમે શાંતિપૂર્ણ આંદોલન ચલાવીએ રહ્યાં છીએ. જો આ બંને માંગોને સરકાર કોઈપણ પગલાં નહીં લે તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...