તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ganiben Thakore Questioned The Vaccination Figures In Banaskantha District, Saying, "Not A Single Village Has Been Vaccinated More Than 15 Per Cent."

ધારાસભ્યના સવાલ:બનાસકાંઠા જિલ્લામાં રસીકરણના આંકડાઓને લઈ ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલ, કહ્યુ- 'એકપણ ગામમાં 15 ટકાથી વધુ વેક્સિનેશન નથી થયું'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ હોવાના દાવાને પોકળ ગણાવ્યો

સમગ્ર દેશમાં કોરોના કહેર છે ત્યારે કોરોના સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં પણ દિન-પ્રતિદિન વધવા લાગ્યું છે કોરોના મહામારી સામે લડવા સરકારે વેકસીનેશન પર ભાર મુક્યો છે જેમાં સૌપ્રથમ 45 થી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું આયોજન કર્યું હતું જેમાં છેલ્લા બે મહિના મા બનાસકાંઠા જિલ્લામાં પણ 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી હતી જેથી ગુજરાતમાં 45 થી વધુ ઉંમરના લોકોને સૌથી વધુ રસી બનાસકાંઠા જિલ્લામાં અપાઈ અને 98 ટકા વેકસીનેશન થતા બનાસકાંઠા જિલ્લો દેશમાં પ્રથમ ક્રમે હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયાં હતાં ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેની સામે સવાલો ઉઠાવ્યા છે.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં દસ 15 ટકા થી વધારે વેક્સીનેસેન કરવામાં આવ્યું નથી વહીવટી તંત્ર ને બનાસકાંઠા જિલ્લાના લોકો વતી બે હાથ જોડીને વિનંતી કરું છું તમારી વાહવાહ કરવા માટેના જે આંકડા વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં જીરો ગ્રાઉન્ડ વચ્ચે જમીન આસમાનો તફાવત છે આવનાર સમય માં બનાસકાંઠા જિલ્લાના લોકો વેક્સીન થી વંચિત ના રહે તે માટે તમારી વહીવટી ભૂલ હોય તો સુધારો કોઈપણ ગામની જે કુલ વસ્તી છે તેમાં 10 ટકાથી વધારે વેક્સીન થયું નથી.

આવનાર સમયમાં તમામ ગામોમાં વેક્સીન થાય તેવી હું વહીવટી તંત્ર જોડે અપેક્ષા રાખું છું નીચેના જે કામ કરવા વાળા લોકો એ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રના ઉપરના પ્રેશર ના કારણે આધાર કાર્ડના નંબર નાખી ને ખોટું રજીસ્ટ્રેશન કરાવેલું છે હકીકતમાં લોકોને આ વેક્સીન મળેલી નથી સો ટકા બનાસકાંઠામાં વેક્સીન થાય અને આ કોરોના મહામારી થી લોકોને બચાવે એવી હું બનાસકાંઠાની જનતા વતી વહીવટી તંત્રને બે હાથ જોડીને વિનંતિ કરું છું.

અન્ય સમાચારો પણ છે...