તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીકે ભાજપે છેલ્લી ઘડી સુધી મેન્ડેટ બાબતે સસ્પેન્સ રાખી સાંજે ભાજપની યાદી જાહેર કરી હતી ભાજપે ત્રણ ટર્મથી જીતતા અને અહીંથી વધુ વયના ને ટિકિટ નહીં આપવાના પક્ષના નવા માપદંડને વળગી રહ્યા હતા જોકે બળવાની પરિસ્થિતિને ખાળવા બાહુબલી ગણાતા સભ્યોના પુત્રોને ટિકિટ આપી સાચવી લેવાયા હતા. ભાજપે ટિકિટ માટે પસંદ કરેલા ઉમેદવારોમાં સિંગ ચણાની લારીવાળા ભાજપનાં કાર્યકરની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બિલ્ડરને પણ ટિકિટ આપી છે.
વોર્ડ નં. 1
બેને રીપીટ કર્યા જ્યારે ત્રીજાના પુત્રને ટિકિટ
1. હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી
2. હેતલબેન ગીરીશભાઈ રાવલ (રીપીટ)
3. આશિષ શાંતિલાલ પઢીયાર (નગરસેવકના પુત્ર)
4. ચીમનલાલ સોમાભાઈ સોલંકી (રીપીટ)
( આ વખતે વોર્ડ એકમાં ઉમેદવાર બદલવા માંગ ઉઠી હતી. 2015માં આખી પેનલ જીતી હતી.)
વોર્ડ નં. 2
આખી બોડી બદલી દેવાઈ
1. ભારતીબેન અંબાલાલ રંગવાણી
2. વર્ષાબેન કદમભાઈ લાટીવાલા
3. સાગર પ્રવિણચંદ્ર પરમાર
4. નરેશભાઈ મોતીભાઈ રાણા
(ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં આખી પેનલ નવી મુકવામાં આવી છે. )
વોર્ડ નં. 3
કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર સહિત તમામ બદલાયા
1. રાજુભાઇ ભીખાભાઇ પઢીયાર
2. અતુલભાઈ શંકરભાઇ પ્રજાપતિ
3. ઇન્દુબેન પ્રકાશચંદ્ર રાવલ
4. અમી કાનજીભાઈ પટેલ
( કોંગ્રેસની પકડ ધરાવતા આ વોર્ડમાં ભાજપે કોંગ્રેસી ઉમેદવારને ટિકિટ આપી નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.)
વોર્ડ નં. 4
કોંગ્રેસ સતત જીતી આવે છે એટલે ત્રણ નવા ચહેરા મૂક્યા
1. ગજાલાબેન અજિતભાઈ સિંધી
2. પુષ્પાબેન જગદીશભાઈ શ્રીમાળી
3. સંજય રાયભણભાઈ પટણી
4. સજુભા અજીતસિંહ જેઠવા
( આ વોર્ડમાં ભાજપને જીત મળે તે માટે ત્રણ નવા ચહેરા મૂકવામાં આવ્યા છે જ્યારે એક રિપિટ કરાયા છે)
વોર્ડ નં. 5
કોંગ્રેસ ની પકડ ધરાવતા વોર્ડમાં ઉમેદવારો બદલાયા
1. રજિયાબાનુ યુનુસભાઇ સલાટ
2. દીપ્તિ બેન યોગેશકુમાર ચૌહાણ
3. મન કિરીટકુમાર અગ્રવાલ
4. ક્યુમખાન સમશેરખાન નાગોરી(રીપીટ)
( પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાતો આ વોર્ડમાં ભાજપે નવા ચહેરા મૂક્યા છે)
વોર્ડ નં. 6
પરિવારને ટિકિટ આપી બળવો ખાળવા કોશિષ
1. નેહાબેન વિશાલકુમાર પરમાર (પૂર્વ નગરસેવકના પ્રપૌત્રવધુ)
2. કિરણબેન દેવેન્દ્રભાઈ રાવલ (નગરસેવકની પત્ની)
3. પાર્થ અશોકભાઈ ઠાકોર (પૂર્વ નગરસેવકના પુત્ર)
4. મહેશકુમાર મણિલાલ ઠક્કર (સંગઠનના હોદ્દેદાર)
(આ બોર્ડમાં પ્રમુખે પોતાના પુત્રને અન્ય નગરસેવકની પત્નીને તેમજ પૂર્વ નગરસેવિકાની પૌત્રવધુને ટિકિટ અપાઈ છે.)
વોર્ડ નં. 7
તમામ ઉમેદવારો બદલી દેવાયા
1. રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર
2. સુશીલાબેન અશોકભાઈ પુરોહિત
3. નાગજી દેવકરણભાઈ દેસાઈ
4. ભગવાનભાઈ ભીખાભાઇપટેલ
( ભાજપે અહીં સ્થાનિક ઉમેદવારની ટિકિટ કાપી દેતા વિવાદ સર્જાયો ઉપરાંત પૂર્વ કોર્પોરેટરને ટિકિટ આપીછે)
વોર્ડ નં. 8
નગરસેવકની પત્નીને તેમજ સિનિયર નેતાના પુત્રને સાચવી લેવાયાં
1. શિલ્પાબેન અતુલકુમાર ચોકસી (નગરસેવકના પત્ની)
2. દિપકકુમાર મૂળચંદભાઈ પટેલ (રીપીટ)
3. સુનીતાબેન કનુભાઈ પટેલ (નવા)
4. કૌશલ અમૃતલાલ જોષી( નગરસેવકનો પુત્ર)
નગરસેવકની પત્નીને તેમજ સિનિયર નેતાના પુત્રને ટિકિટ આપી હતી. જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.
વોર્ડ નં.9
પૂર્વ પ્રમુખને રીપીટ કરાયા અન્ય ત્રણ બદલાયા
1. નીલમબેન સંજયભાઈ જાની (રીપીટ)
2. કવિતાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ
3. પિયુષકુમાર મૂળચંદભાઈ પટેલ
4. દિલીપકુમાર અંબાલાલ પટેલ
પાર્ટીના સિનિયર નેતાના પુત્રવધુ હોવાથી રીપીટ કરાયા જ્યારે અન્ય નવા ચહેરા
વોર્ડ નં. 10
3 મહિલા એક જ વોર્ડમાં
1. જાગૃતિબેન વિજયભાઈ મહેતા (રીપીટ)
2. જયશ્રીબેન પાર્થસારથી પરમાર (નગરસેવકની પત્ની)
3. હસમુખભાઈ મોહનભાઇ પઢીયાર (રીપીટ)
4. જાગૃતિબેન વિજયકુમાર મોઢ (રીપીટ)
વોર્ડમાં 3 રિપીટ અને એક પૂર્વ કોર્પો.ની પત્નીને ટિકિટ
વોર્ડ નં. 11
એક રિપીટ જ્યારે 2 નવા ચહેરા આવ્યા એક જુના કોર્પો. ફરી મેદાનમાં
1. જશીબેન રાજેશકુમાર પ્રજાપતિ (નવા)
2. ગીતાબેન ધીરુભાઈ પટણી (રીપીટ)
3. નરેશ ગોદડભાઈ પટેલ જૂના કોર્પોરેટર)
4. જયેશકુમાર ખેમચંદભાઈ પરમાર (નવા)
કોંગ્રેસની પકડ છે માત્ર એક સીટ ભાજપ જીત્યું હતું જેમને કાપી નવાને ચાન્સ આપવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.