નિર્ણય:1 જુલાઈથી ધો.12 ના 20 વિદ્યાર્થીને એક રૂમમાં બેસાડી પરીક્ષા લેવાશે

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 34,997 છાત્રોને વેક્સિન આપીને પરીક્ષામાં બેસાડવા રજૂઆત

ધો.12માં 20 વિદ્યાર્થીને રૂમમાં બેસાડી પરીક્ષા 1લી જુલાઈથી લેવાશે. જેને લઈ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને વેકસીનનો પ્રથમ ડોઝ આપીને પરીક્ષા આપવા માંગ કરી છે. સામાન્ય પ્રવાહના 30,924 જ્યારે સાયન્સના 4,873 છાત્રો પરીક્ષામાં બેસનાર છે.

ધોરણ 12ની પરીક્ષા પહેલી જુલાઇએ લેવાનાર છે તેવામાં રસીના ડોઝ બાદ પરીક્ષા લેવાય તેવી માંગ પ્રબળ બની રહી છે. પાલનપુરના શાળા સંચાલક કનકભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે "ધો.12 ની પરીક્ષા 1 જુલાઇથી શરુ થાય છે આ પરીક્ષા 2 સપ્તાહ દરમિયાન ચાલશે. અેક રૂમમાં નિર્ધારિત 3 કલાકના સમય સુધી બેસશે, ત્યારે પરીક્ષામાં બેસનાર દરેક વિદ્યાર્થીઅોને ઝુંબેશ શરૂ કરી તાત્કાલીક રસી આપવાનું આયોજન થાય તો ખુબ સારો નિર્ણય ગણાશે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા તેમને વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવે તો પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ વધશે. જેથી સ્પેશ્યલ કેસમાં પરવાનગી આપી રસીકરણ કરવું જોઈએ. પરીક્ષાઓ શરુ થવાને હજુ એક મહિનો બાકી છે, તો આ વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરીને રસી આપવામાં આવે તો પરીક્ષાઓ પહેલા તેમને રક્ષા કવચ મળી રહેશે. જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે " જિલ્લામાં આ વર્ષે સામાન્ય પ્રવાહમાં 30,924 અને વિજ્ઞાન પ્રવાહમાં 4,873 મળી 34,997 છાત્રો ધોરણ 12ની પરીક્ષામાં બેસશે. સામાન્ય પ્રવાહમાં કુલ 61 પરીક્ષા કેન્દ્રો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પાલનપુર, થરાદ ડીસા ધાનેરા અને ભાભર મળી પાંચ પરીક્ષા કેન્દ્રો છે.

જેમાં આવેલી 585 શાળાઓમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે પરીક્ષા લેવાની સૂચના છે. નવી ગાઇડલાઇન મુજબ ખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓને બેસાડવાની સુચના અપાઇ છે જેને લઇ વર્ગખંડની સંખ્યા 15 ટકા વધારવી પડશે.

અન્ય સમાચારો પણ છે...