તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વાવમાં રહેતા એક વિદ્યાર્થીને મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 51 લાખની કરાઈ છેતરપિંડી, બે લોકોની અટકાયત

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 41 લાખ રિકવર કર્યા
  • વાવ પોલીસે બે ઓરોપીઓન ટ્રાન્સફર વોરંટથી લાવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા

બનાસકાંઠાના વાવ તાલુકામાં એક વિદ્યાર્થી સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વિદ્યાર્થીને મુંબઈની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 51.16 લાખ પડાવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ પણ તેઓએ એડમિશન ન અપાવતા તેમની સાથે છેતરપિંડી થઇ હતી.

પૈસા લીધા બાદ પણ એડમિશન ન અપાવ્યું
વાવ તાલુકાના મોરીખા ગામે રહેતા હરસેંગ ચૌધરીનો પુત્ર નરેન્દ્ર સાયન્સમાં અભ્યાસ કરે છે. નરેન્દ્રને મુંબઈની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજમાં એડમિશન મેળવવું હતું. જેથી રાજસ્થાનના મૂળ વતની અને અત્યારે મુંબઈ ખાતે રહેતા લવ અવધકિશોર ગુપ્તાએ હરસેંગભાઈનો સંપર્ક કર્યો હતો અને કોલેજમાં એડમીશન અપાવી દેશે તેમ કહી કોલેજના ડીન સાથે મળી અલગ-અલગ આર.ટી.જી.એસ અને એકાઉન્ટમાં કુલ રૂપિયા 51.16 લાખ પડાવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ પણ તેઓએ એડમિશન ન અપાવતા તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે 41 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી
આ બાદ હરસેંગભાઈએ વાવ પોલીસ મથકે મુંબઈની સાયન લોકમાન્ય તિલક કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા અને લવ અવધકિશોર ગુપ્તા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બંને આરોપીઓને ભરૂચ અને મુંબઈની સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી હતી અને વાવ પોલીસ મથકે લાવ્યાં હતા. પોલીસે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવી રૂપિયા 41 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...