છેતરપિંડી:છાપીના ઓટો માલિક સાથે રૂ.4.65 લાખની છેતરપિંડી

છાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોકરિયાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

છાપીમાં ઓટો કન્સલ્ટમાંથી પાલનપુરના ટોકરિયા ગામના શખ્સે એક લાખ બાનામાં આપી કાર લઇ જઇ બાકીના રૂ.4.65 લાખની ઠગાઇ કરતાં કાર માલિકે છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ શુક્રવાર ફરિયાદ નોંધાવી હતી.ટોકરિયા ગામના પરેશભાઈ નાનજીભાઈ ચૌધરીએ તા.27 ફેબ્રુઆરી-21 ના રોજ છાપી હાઇવે સ્થિત શ્રીનાથજી ઓટો કન્સલ્ટમાંથી એક મારુતિ સ્વીફટ કાર રૂ.5.65 લાખમાં ખરીદી હતી. જેના બાના પેટે રૂ.એક લાખ આપી કાર લઇ ગયો હતો. જેની બાકીની રકમ ત્રણ માસમાં ચૂકતે કરવાનો વાયદો કર્યો હતો.

દરમિયાન વાયદા મુજબ બાકીના નાણાં ન આવતા ઓટો કન્સલ્ટના માલિકો દ્વારા ટેલીફોન તેમજ રૂબરૂમાં ઉઘરાણી કરવા છતાં રકમ ન આપી બાના બતાવતો હતો. જોકે બાદમાં કહેલ કે મેં કાર અન્ય વ્યક્તિને વેચી દિધી છે અને તમારે મારી પાસે ઉઘરાણી કરવી નહીં તમે મને ઓળખતા નથી, હવે ઉઘરાણી કરશો તો તમારા બન્નેમાંથી એક પણ જીવતો રહેશે નહી. જેથી છેતરપીંડીનો ભોગ બનનાર હિતેન્દ્રકુમાર નાનાલાલ નાયકે તેમના ભાગીદાર જગદીશભાઈ બારોટને સાથે રાખી છેતરપીંડી આચરનાર પરેશ ચૌધરી (રહે.ટોકરિયા) વિરુદ્ધે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...