તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:ઓટો કન્સલ્ટને વાહનો ન આપી રૂ.23.75 લાખની છેતરપીંડી

પાલનપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ- વડોદરાના 4 શખ્સો સામે ફરિયાદ

પાલનપુરના ઓટો કન્સલ્ટ પાસેથી નાણાં લીધા બાદ વાહનો ન આપી રૂપિયા 23.75 લાખની છેતરપીંડી કરનારા અમદાવાદ- વડોદરાના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના આશિષભાઇ જોષીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી વડોદરાના બજરંગભાઇ રાજપુરોહીતે ફોરચ્યુનર ગાડી નંબર જીજે. 01. આર. ઝેડ. 9219ના રૂપિયા 15,00,000, અમદાવાદના લલિત ગાંધીએ હોન્ડા એમેજ કારના રૂપિયા 4,00,000 લીધા હતા. જ્યારે લલીતભાઇ નાહરે કારના બાના પેટે 2,05,000 અને બજરંગભાઇ પુરોહિતે પીકઅપ ગાડીના બાના પેટે રૂપિયા 2,70,000 લીધા હતા. જોકે, તે પછી વાહનની ડિલેવરી ન આપી છેતરપીંડી આચરી હતી. આ અંગે તેમના ભાઇ મિતેષકુમાર પોપટલાલ જોષીએ પાલનપુર શહેર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો