ક્રાઇમ:પાલનપુરમાં કાપડની પેઢીમાં રોકેલા 10 લાખ પરત ન કરી ઠગાઈ આચરી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલણના રહીશે પાલનપુરના વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના માલણ ગામના એક ગૃહસ્થને પાલનપુરમાં કાપડની પેઢી ધરાવતાં વેપારીએ એક વર્ષમાં ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી રૂપિયા 10 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, તે બાદ રકમ પરત ન આપી છેતરપીંડી આચરી હતી. આ અંગે ભોગ બનનારા રહીશે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના માલણ ગામના પસાભાઈ મોતીભાઈ પ્રજાપતિની મુલાકાત અઢી વર્ષ અગાઉ પાલનપુરમાં કાપડની પેઢી ધરાવતાં યોગેશકુમાર વાસુદેવભાઈ મોદી સાથે થઈ હતી. જેમણે પોતાની સાનિધ્ય એન્ટર પ્રાઈઝ નામની કાપડની પેઢીમાં બે વર્ષમાં ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી રૂપિયા 10 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, તે બાદ નાણાંની ઉઘરાણી કરતાં રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. આ બનાવે ચકચાર જગાવી છે.આ અંગે ભોગ બનનારા પસાભાઈએ પાલનપુરના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...