તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠામણમાં વીજકરંટથી 3ના મોત:ખેતરમાં લગાવેલા ફોક્સનો કેબલ બળીને ફેન્સિંગ વાડ પર પડતાં કરંટ લાગ્યાનું ખુલ્યું

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગઠામણ ગામ નજીક સધીમાંના મંદિર પાછળ આવેલા એક ખેતરમાં ગુરુવારે સાંજના સુમારે ખેતરમાં વીજકરંટ લાગવાથી માતા અને બે પુત્રોના કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. દરમિયાન આ દુર્ઘટના ખેતરમાં લગાવેલા ફોક્સનો કેબલ બળી ખેતરની લોખંડના તારની ફેન્સિંગ વાડ ઉપર પડતાં સર્જાઇ હોવાનું વીજ કંપનીની તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પાલનપુર યુજીવીએલના કાર્યપાલક ઇજનેરે પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી તપાસની માંગ કરી છે.

પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા પાલનપુરના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. જ્યાં ગુરૂવારે સાંજના સુમારે તેમના પુત્ર ભાવેશભાઈની પત્ની કોકિલાબેન અને બાળકો જૈમિન (ઉ.વ 12) અને વેદુ (ઉ.વ.10) ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વીજ કરંટથી ઘટના સ્થળે મોત નિપજતાં ભારે અરેરાટી પ્રસરી હતી. પાલનપુર યુ. જી.વી. સી. એલ. કંપની દ્વારા તપાસ હાથ ધરી હતી.

પાલનપુર કચેરીના કાર્યપાલક ઇજનેર વી.એ.અતીતે જણાવ્યું કે, ઘટના સ્થળે ટીમ સાથે પહોચ્યા હતા. જ્યાં વીજ કરંટ માતા અને બે પુત્રોના મોત પછી આ સ્થળે પ્રથમ વખત જનારા વ્યકિતનું નિવેદન લેતા તેણે જણાવ્યું કે, ઘટના સ્થળે કોઇ ઝાટકા મશીન જોવા મળ્યુ નથી. કરંટનું કારણ શોધતાં જણાયું કે, ખેતરમાં એક ફોક્સ લગાવેલો છે.જેને ઓરડીમાંથી કેબલ દ્વારા વીજ કનેકશન આપેલું હતુ. આ કેબલ ગરમ થઇને નીચે ખેતર ફરતે કરેલી લોખંડના તારની ફેન્સિંગ વાડ ઉપર પડ્યો હતો.જેમાં ઇલેકટ્રીક વીજ કરંટ પ્રસર્યો હતો.ત્યારે કોકિલાબેન અને તેમના પુત્રો અહિંયા પસાર થતાં તારના સંપર્કમાં આવતાં દુર્ઘટના સર્જાઇ છે.અમોએ પણ ઓરડી તેમજ ખેતરમાં તપાસ કરી હતી. પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...