તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાલનપુરમાં સરકારી પોલિટેકનિકના ચાર વિદ્યાર્થીઓએ કચરાનું પણ વેતન મળે તે માટે સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું

પાલનપુરએક મહિનો પહેલાલેખક: સચિન શેખલીયા
  • કૉપી લિંક
  • ડસ્ટબિનમાં કેટલો કચરો જમા થયો તે એપ્લિકેશન મારફત મોબાઈલમાં મેસેજ આવશે

પાલનપુર પોલીટેકનીક કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ભેગા મળી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કર્યુ છે. જેના થકી લોકો જાહેરમાં કચરો નાખવાનું ભૂલી તેની જગ્યાએ સ્માર્ટ ડસ્ટબીનમાં કચરો નાખી નાણાં કમાઇ શકશે.ડસ્ટબીનમાં કેટલો કચરો જમા થયો તેનો એપ્લિકેશન મારફત મોબાઈલમાં મેસેજ આવશે. પાલનપુર પોલીટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ટીમ લીડર ધવલ નાઇ, નૈલેષ પરમાર, સેલીયા અસ્પાક, રોહીત કિરીટ એક દિવસ બજારમાં જતા હતા. તે સમયે કચરા પેટીઓને કચરાથી ઉભરાતી જોઇ તેમને વિચાર આવ્યો કે કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને જાહેરમાં ગંદકી ન થાય તે માટે શું કરવું જોઇએ.

જેથી તેમને એક પ્રોજેક્ટ બનાવવાનો વિચાર કર્યો હતો. જેનાથી લોકો જાહેરમાં કચરો નાખવાનું ભૂલી કચરાનો યોગ્ય જગ્યા પર નિકાલ કરે. જેથી તેમના દ્વારા કોલેજના SSIP પાલનપુરના કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલ અને મેન્ટર હિતેન પટેલની મદદથી સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કર્યુ છે. તે ડસ્ટબીનએ પ્રકારનું તૈયાર કર્યુ કે જેથી કચરો નાખનારને પણ લાભ થાય કચરો લેનારને પણ ફાયદો થાય અને શહેરમાં થતી ગંદકી અટકી શકે.

જેથી તેમને સ્માર્ટ ડસ્ટબીન બનાવવા પાછળ મેહનત શરૂ કરી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી છે. જેથી તેમને સ્માર્ટ ડસ્ટબીન તૈયાર કર્યુ હતું. આ તૈયાર કરેલા ડસ્ટબીનમાં કચરો કોઇ પણ વ્યક્તિ કોઇપણ પ્રકારનો કચરો નાખી શકે છે.

ડસ્ટબીન કેવી રીતે કામ કરે છે
આ સ્માર્ટ ડસ્ટબીનને એક એપ્લીકેશન સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જેથી કચરો નાખનાર વ્યક્તિનું રજીસ્ટ્રેશન થાય છે. જે સ્માર્ટ ફોન સાથે કનેક્ટેડ કરવામાં આવ્યું છે. આ ડસ્ટબીનમાં જે વ્યક્તિ કચરો નાખે છે તેના કચરાનું ડસ્ટબીન કામનો કચરો અલગ પાડે છે. અને નકામો કચરો અલગ પાડે છે. ત્યારબાદ ઉપયોગી કચરાની સ્માર્ટ ગણતરી કરી કેટલો કચરો જમા કરાવ્યો તેનું અપ્લીકેશનની મદદથી તે વ્યક્તિને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરવા મુજબ ઉપયોગી કચરાનું તેને વેતન આપવામાં આવશે.

સ્માર્ટ ડસ્ટબીન 65 હજારના ખર્ચે અઢી વર્ષમાં બન્યું
આ સ્માર્ટ ડસ્ટબીન બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો છે. અને હજુ કામ ચાલુ છે. આ ડસ્ટબીન બનાવવામાં 65 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઇ ચુક્યો છે અને સ્ટુડન્ટ સ્ટાપ ઇનોવેશન પોલીસી અંતર્ગત આ પ્રોજેક્ટ તૈયાર કરવા બે લાખ સુધી ખર્ચ કરી શકાય તે માટે નાણાં મંજુર થયેલા છે.

સરકાર આ સ્માર્ટ ડસ્ટબીનને સ્વચ્છ ભારત મીશન સાથે જોડશે તો લોકો પોતાનો વેરો કચરામાંથી ભરી શકશે
‘સ્માર્ટ ડસ્ટબીનનું સંપૂર્ણ મોડલ તૈયાર થયા બાદ સરકાર સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં સમાવેશ કરી નગરપાલિકા અને ગ્રામ પંચાયત મારફત કચરા પેટીની જગ્યા પર જ્યાં વધુ કચરો એકત્ર થાય છે તેવી જગ્યા પર સ્માર્ટ ડસ્ટબીન મુકવામાં આવશે તો લોકો પોતાનો કચરો જાહેરમાં નાખી ગંદકી કરવાના બદલે સ્માર્ટ ડસ્ટબીનમાં નાખી તેની ફલશ્રૃતી રૂપે જે નાણાં મળશે. તે પાલિકા પોતાના ઘર, પાણી, સફાઇના વેરામાં વસુલી શકશે.જેના કારણે લોકોને પોતાનો વેરો બારોબાર ભરાઇ જશે અને લોકો જાહેરમાં ગંદકી કરવાના બદલે સ્માર્ટ ડસ્ટબીનમાં કચરો નાખી ગંદકી થતી અટકાવશે.

કચરો સ્માર્ટ ડસ્ટબીનમાં નાખનાર વ્યક્તિનો ફોટો એપ્લીકેશન પર આવશે
લોકોને કચરો એકત્ર કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે સૌથી વધુ કચરો નાખનાર વ્યક્તિના નામ અને પોતાએ કેટલો કચરો સ્માર્ટ ડસ્ટબીનમાં જમા કરાવ્યો છે.તેના વજન સાથે એપ્લીકેશનના ફ્રન્ટ પેજ પર તે વ્યક્તિના ફોનમાં મેસેજ આવશે. જેના થકી કચરો નાખવા માટે હરીફાઇ લાગશે અને સૌથી વધુ કચરો એકત્ર કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...