તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપનું રેસ્ક્યૂ:પાલનપુરમાં એક વોશિંગ મશીનમાંથી ચાર સાપ મળી આવ્યા, સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરાયા

પાલનપુર3 મહિનો પહેલા
  • બે કલાકની જહેમત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું

બનાસકાંઠાના પાલનપુરમાં એક ઘરમાં વોશિંગ મશીનમાં ચાર સાપ જોવા મળતા અફરાતફરી મચી હતી. તાત્કાલીક સાપનું રેસ્ક્યૂ કરનારાઓને જાણ કરાતા બે કલાકની જહેમત બાદ તમામ સાપનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે મુક્ત કરવામા આવ્યા હતા.

પાલનપુર શહેરમાં આવેલી રાધે રેસીડેન્સીના એક રહેણાંક મકાનમાં વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી ગયા હોવાની ઘટના સામે આવી છે. રાધે રેસીડેન્સીમાં આવેલ એક મકાનમાં મહિલા જ્યારે કપડાં જોવા માટે વોશિંગ મશીન ખોલ્યું તો અંદર સાપ દેખાતા તે ડરી ગઈ હતી. તરત જ સંપર્ક કરી સાપ પકડનાર યુવકને બોલાવતા તે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. અને આ યુવકે બે કલાક સુધી મહેનત કર્યા બાદ એક પછી એક એમ કુલ ચાર સાપને રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા. જેમાં બે મોટા સાપ હતા અને બે સાપ ના બચ્ચા હતા.

ચારેય સાપનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે છોડી મુકતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.તો બીજી તરફ વોશિંગ મશીનમાં સાપ ઘૂસી ગયાની વાત આસપાસના લોકોને થતા કૌતૂક ફેલાયું હતું અને ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...