હુમલો:નાના ભાઇના છોકરા કેમ રાખે છે તેમ કહી ચાર બહેનોનો ભાઈ પર હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુકોલીમાં દુકાને બેઠેલા ભાઇ ઉપર વાંસી, લોખંડની પાઇપ મારી

કાંકરેજ તાલુકાના બુકોલી ગામે નાનાભાઇની પત્નીને કેમ તેડી લાવતા નથી અને એમના છોકરાઓને રાખો છો તેમ કહી ચાર બહેનોએ દુકાને બેઠેલા મોટાભાઇ ઉપર વાંસી, લોખંડની પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ભાઇએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કાંકરેજ તાલુકાના બુકોલી ગામે દશરથભાઇ કેશાભાઇ રાવળ તેમની કરિયાણાની દુકાને બેઠા હતા. ત્યારે તેમની બહેનો ભીલડી ગાયત્રી સોસાયટીના વિજયાબેન ચમનભાઇ રાવળ, પાલનપુર તાલુકાના ખોડલાના સંતોકબેન રમેશભાઇ રાવળ, અગરબેન કાંતીભાઇ રાવળ અને દિયોદર તાલુકાના ફોરણાના સાકરબેન સેઘાભાઇ રાવળ ત્યાં આવી તુ નાનાભાઇ પ્રવિણભાઇના છોકરા કેમ રાખે છે. તેની પત્નીને કેમ તેડી લાવતો નથી તેમ કહેતા દશરથભાઇએ કહેલ કે પ્રવિણ તેની પત્નીને મારે છે.

કંઇ રીતે લાવું તેમ કહેતા ચારેય બહેનો ઉશ્કેરાઇ ગઇ હતી. અને વાંસી, લોખંડની ટોમી, લોખંડની પાઇપ, ધોકા વડે મારમારી દશરથભાઇને ઇજાઓ પહોચાડી હતી. જેમને આજુબાજુના લોકોએ છોડાવી 108માં પ્રથમ શિહોરી અને ત્યાંથી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દશરથભાઇના માથામાં સાત ટાંકા આવ્યા હતા. તેમજ જમણા હાથે ફ્રેકચર થયું હતુ. આ અંગે તેમણે ચાર બહેનો સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...