ગૌવંશની હેરાફેરી:રાજસ્થાનથી ગુજરાત લાવવામા આવી રહેલા 39 ગૌવંશ સાથે ચાર શખ્સો ઝડપાયા

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતા 39 ગૌવંશ લઈ જતા કન્ટેનર સાથે ચાર ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે.

ગુજરાતના અમીરગઢ અને રાજસ્થાનના માવલમાં આવેલ પોલીસ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. રાજસ્થાનના ચૂરું થી અમદાવાદ જતા કન્ટેનરમાં માવલ ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ દ્વારા રોકાવતા તેમાં નાના મોટા 39 ગૌવંશ ભરેલ હતા. જેનું પાસ પરમીટ ચાલક પાસે ન હોવાથી રાજસ્થાન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કન્ટેનરમાં ગૌવંશ લઈ જતા ચાર ઇસમો મદનલાલ બગરિયા રહે હરનોદા તા માલપુર જિલ્લો ટોક, રાજ સિંહ રાજપૂત રહે જોહરીનગર ભાદુગઢ જિલ્લા જંજર હરિયાણા , આશિક રસિફ બંઝરા મુસલમાન રહે દિગ્ગી જિલ્લા ટોક અને કાળું ખાજુ બાંઝરા મુસલમાન રહે ઇસ્લંપુરા જિલ્લા ટોક વાળને અટકાયત કરી પશુઅધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...