તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની નાક નીચે બનાસકાંઠામાં અનાજ કૌભાંડ:દાંતાના ચાર,પાલનપુરના એક કૌભાંડીની ધરપકડ,48 સંચાલકમાંથી 21 આરોપીઓ તો બનાસકાંઠા જિલ્લાના

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો પાલનપુરના ભેજાબાજોએ બનાવેલા ગેમસ્કેન અને સેવડેટા સર્વર બેઇજ સોફ્ટવેરની મદદથી કૌભાંડ

ગરીબો માટે ફાળવાતા સરકારી અનાજ ના ખરીદતા ગ્રાહકોની જાણ બહાર ખોટા ઓનલાઇન બીલો બનાવી અનાજને સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી 8 યુવકોને દબોચ્યા છે જેમાં દાંતાના 4 પાલનપુરના 3 અને અમદાવાદના 1નો સમાવેશ થાય છે. પોલીસે સસ્તા અનાજના 40 સંચાલકો સહિત 48 સામે ફરિયાદ નોંધી દાંતા પાલનપુર અને અમદાવાદના વટવા જીઆઇડીસીથી ચાલતા રેકેટનો પર્દાફાસ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે દાંતા પાલનપુરથી લેપટોપ, કોમ્પ્યુટર, ફિંગર પ્રિન્ટ મશીન સહિત રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલનપુરના ભેજાબાજોએ ગેમસ્કેન અને સેવડેટા સર્વર બેઇજ સોફ્ટવેર બનાવ્યો હતો. આ મામલામાં 40 સંચાલકોમાં પૈકી 21 આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌથી પહેલા અમદાવાદના અલ્પેશ ઠક્કરને દબોચ્યો હતો જે રેશનીંગની દુકાન ધરાવતા માલીકો પાસેથી માહિતી મેળવીને પોતાના અન્ય સાગરીતોને આપી દેતો હતો તેના મોબાઇલ ફોનમાંથી એકસલ ફાઈલોમાં રેશન કાર્ડના નંબર તથા આધાર કાર્ડ નંબરનુ લીસ્ટ, રેશનિંગ દુકાનદારનુ યુઝરનેમ, પાસવર્ડ તથા દુકાન કોડ તેમજ બે અલગ અલગ કી ની વિગતો મળી હતી. એકસલ ફાઈલો સંબધે ઓનલાઈન ખોટા બીલો બનાવવા દાંતાના યુવકોની મદદ લીધી હતી. જેઓ ખોટા બીલો બનાવી આપતા હતા. પોલીસે દાંતા ખાતે આવેલ રફીકની ઓફિસથી રફીક સહિત અન્ય3ને ઝડપી લીધા હતા.

ઉપરાંત મોબાઇલ તથા લેપટોપ કબ્જે કરી તપાસ કરી, તેઓની પૂછપરછ કરતાં તમામ સરકારી સસ્તા અનાજની દુકાન ધારકોને ગેમસ્કેન અને સેવડેટા નામના સોફટવેર આપી તેમાં તમામ ગ્રાહકોનો ડેટા સેવ કરી લઈ ત્યારબાદ તેઓની પાસેથી રેશનકાર્ડ ધારકો જેમણે સસ્તા અનાજની દુકાનમાથી રેશનકાર્ડ આધારે અનાજ ખરીદેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના કાર્ડ નંબર તથા આધારકાર્ડ નંબરની માહિતી મેળવી તેમજ દુકાનના યુઝર આઈડી, પાસવર્ડ તથા દુકાનના કોડ મેળવી ઓન લાઈન ખોટા બિલો બનાવવા માટે મોકલી આપતાં હતા.

તપાસ દરમિયાન ગેમસ્કેન નામની એપ્લીકેશન પાલનપુરના કૌશિકભાઈ દેવસીભાઈ જોષીએ પાલનપુરના જ દીપક મુકેશભાઈ ઠાકોર પાસેથી બનાવડાવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ સેવડેટા નામની એપ્લીકેશન જગાણાના હિતેષભાઈ હિરાભાઈ ચૌધરી પાસેથી મેળવી હતી. જેને એમ.એસ.સી આઇ.ટી.નો અભ્યાસ કરેલા દીપક ઠાકોરે સોફ્ટવેર રૂપિયા 70 હજારમાં બનાવી હતી.

આ દરમિયાન કોમ્પ્યુટરમાંથી ગેમસ્કેન સોફ્ટવેરની ફાઇલો મળી આવી હતી. ગેમસ્કેન નામના સોફ્ટવેરમાં કુલ 3562 એન્ટ્રી મળી હતી. જેમાં નામ, આધારકાર્ડ, રેશન કાર્ડ, સરનામુ સહિતની અલગ અલગ ફિંગર પ્રિન્ટની એન્ટ્રી થઇ છે.

કેવી રીતે કૌભાંડ આચરાયું
સસ્તા અનાજની દુકાનમાં સંચાલક સાથે મળી રેશનકાર્ડ ધારકની જાણ બહાર તેનું નામ-સરનામું રેશનકાર્ડ નંબર આધાર કાર્ડ નંબર આંગળીઓની છાપનો ડેટા ગેમસ્કેન અને સેવડેટા જેવા સર્વર બેઇઝ સોફ્ટવેર બનાવી આ ડેટા કોપી કરી પોતાની પાસે સેવ રાખ્યો હતો અને ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ efps.gujarat.gov.in પર ખોટા બીલ બનાવી દીધા હતા .

આમને ઓળખો ગરીબોના ભાગનું અનાજ ઓહિયા કરનારા શખ્સો
​​​​​​​
આ શખ્સોની અટકાયત કરાઈ

1 અલ્પેશ ઉર્ફે આનંદ મુકુંદભાઈ ઠક્કર, ઉ.વ.30, (રહે. 1491, વિનોબા ભાવેનગર, વિંઝોલ ગામ પાછળ, જીઆઈડીસી વટવા, અમદાવાદ. મુળવતન ગામ માનાવાડા તા. દસાડા, જી. સુરેન્દ્રનગર) 2 રફીક હબીબભાઈ મહેસાણીયા, ઉ.વ.28 (રહે.રસુલપુરા, તા. દાંતા) 3 જાવેદભાઈ એહમદભાઈ રંગરેજ, ઉ.વ.28, (રહે.પ્રજાપતિવાસ, ટ્રેજરી ઓફિસ પાસે, દાંતા , બનાસકાઠા) 4.લતીફભાઈ ઐયુબભાઈ માણેસીયા,ઉ.વ. 24,(રહે. રસુલપુરા) 5.મુસ્તુફા અબ્બાસભાઈ માણેસીયા, ઉ.વ. 23 (રહે. ઈન્દીરાનગર દાંતા) 6.કૌશિકભાઈ દેવસીભાઈ જોષી, ઉ.વ. 32, (રહે.ગુરૂકૃપા સોસાયટી વિભાગ-2, એગાલારોડ, પાલનપુર, ) 7.દિપક મુકેશભાઈ ઠાકોર ઉવ.27 (રહે. મ.ન.25 સદગુરૂ રેસીડેન્સી રામદેવ હોટલની સામે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર.) 8. હિતેશભાઈ હીરાભાઈ ચૌધરી, ઉં.વ.30, (રહે.જગાણા આથમણી શેરી)

શુ જપ્ત કરાયું ?
>મોબાઇલ નંગ -11 કિ.85000
> લેપટોપ નંગ -4 કિ.60,000
>સી.પી.યુ નંગ -1 કિ.10,000
>મોનીટર નંગ - 1 કિ.5000● >ફિંગર પ્રિન્ટ સ્કેન મશીન નંગ -3 કિ.1,000/- કુલ રૂp1,62,000/-

રાજ્યમાં ક્યાં ક્યાં ચાલે છે કૌભાંડ?
સાબરકાંઠા,મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, સુરત જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનમાં આ કૌભાંડ ચાલતુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પાલનપુરના જગાણા ગામનો હિતેશ ચૌધરી 15 હજાર સોફ્ટવેરનું ભાડું લેતો
સેવડેટા નામનું સોફટવેર આપનાર હિતેશ ચૌધરી અગાઉ સસ્તા અનાજની દુકાનદારો માટે ખોટા બીલ બનાવવાનું કામ કરતો હતો. રફીકભાઈ તથા જાવેદભાઈને ઓનલાઈન બિલો બનાવવા માટે સેવડેટા નામની એપ્લીકેશનનો દર મહિને 15 હજાર ભાડુ લેતો હતો.

આ સંચાલકો સામે FIR
●દાંતાના સંચાલકો

ધરમાભાઈ સેનમાં પુંજપુર
લલ્લુભાઈ તોરણીયા
જાકીરભાઇ નાગેલ
રિદાયતભાઈ અડેરણ
હસમુખભાઈ પીપળાવાળી વાવ
મુકેશભાઈ જોશી છોટાબામોદરા
દિનેશભાઈ દલપુરા
રાજુભાઈ કોસા
જેડી ખરાડી પાંછા
ગલાભાઈ ભાથાભાઈ સેબલપાણી
કાનજીભાઈ ગરાસીયા વસી

● વડગામના સંચાલકો
મોર્યા બારોટ વડગામ,
ઈમરાન ભાઈ બસુ
ભોજાભાઇ થલવાડા
રમેશભાઈ મુમનવાસ

​​​​​​​● અમીરગઢના સંચાલકો
સાબીરભાઈ ઈકબાલગઢ
એમપી ઈકબાલગઢ
વીએચ ડાભી સરોત્રા

​​​​​​​​​​​​​​● અન્ય
ગિરધારી ભાઈ દાંતીવાડા રાજુભાઈ પાલનપુર
ત્રિલોકભાઈ ધાનેરા

અન્ય સમાચારો પણ છે...