બનાસબેંકની ચૂંટણી:બનાસબેંકની ચૂંટણીમાં 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા વધુ ચાર બેઠક બિનહરીફ થઈ

પાલનપુર25 દિવસ પહેલા
  • અત્યાર સુધીમાં કુલ 10 બેઠકો બિનહરીફ થઈ
  • નિયામક મંડળની 19 બેઠકમાંથી 9 બેઠકો માટે 21 ઉમેદવારો મેદાનમાં

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નિયામક મંડળના 19 સભ્યોની ચૂંટણીની ઉમેદવારી માટે 89 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા 10 બેઠક બિન હરીફ થઈ છે, જ્યારે બાકીની 9 બેઠક પર 21 ઉમેદવારો આમને સામને લડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વર્તમાન નિયામક મંડળના સભ્યોની મુદત પૂર્ણ થતાં નવા નિયામક મંડળની 19 સભ્યોની નિયુક્તિ માટે 12 નવેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરાઈ છે. જેમાં અગાઉ 6 બેઠકો બિન હરીફ થયા બાદ કુલ 89 ઉમેદવારોમાંથી વધુ 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા વધુ ચાર બેઠક બિન હરીફ થઈ છે, જ્યારે બાકીની નવ બેઠક પર 21 ઉમેદવારો ચૂંટણીના જંગમાં આમને સામને લડશે.

અન્ય સમાચારો પણ છે...