તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરનું ગૌરવ:જાપાન ઓલિમ્પિક્સમાં આપણાં એથ્લિટ્સને ગઢની દીકરીએ ફિટ રાખ્યા; ખેલાડીઓને તંદુરસ્ત રાખવાની સાથે મજબૂત મનોબળ પૂરું પાડ્યું હતું

ગઢ17 દિવસ પહેલા
  • શિમોની શાહે એથ્લેટિક્સ ખેલાડીઓને ફિજિયોથેરપી સેવા આપી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા એવા ગઢ ગામની દીકરી ફિઝિયોથેરપિસ્ટ બની તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની રમતોમાં ભારતના ખેલાડીઓને તંદુરસ્ત રાખવાની સાથે તેમને મજબૂત મનોબળ પૂરું પાડ્યું હતું.ગઢ ગામની આ દીકરીએ નાનકડા ગામનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરી દીધું છે. જાપાનમાં યોજાયેલી ઓલિમ્પિકસમાં ઘણા બધા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ સહિત અન્ય મેડલ મેળવી આંતરરસ્ટ્રીયકક્ષાએ ભારત દેશનું નામ દુનિયાભરમાં વધાર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના શિમોની શાહે એથ્લેટિક્સ ટીમના ખેલાડીઓની ફિજિયોથરપીસ્ટ તરીકે સેવા આપીને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગઢ ગામ તેમજ દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિમોની શાહે ભારતના ચુનંદા એથ્લેટિક્સ ખેલાડીઓ જેવા કે હિમાની દાસ, પૂઆમા, અનુરાની, વિસ્મયા, રેવતી, શુભા જેવા ખેલાડીઓને ફિટ રાખીને તૈયાર કરી ચુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમના લોકોને નિવાસસ્થાને બોલાવી બે કલાક જેટલો સમય તેમની સાથે વિતાવ્યો હતો. 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી લાલ કિલ્લા ઉપર યોજાયેલ ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં પણ દરેકને આમંત્રણ આપીને મહેમાન બનવાનો લાભ આપ્યો હતો.

પરિવારે આત્મવિશ્વાસ વધારી હિંમત આપી
શિમોની શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આગળ વધવામાં મને મારા પરિવારે શક્તિ, નિશ્ચય, સમર્પણ અને આત્મવિશ્વાસ વધારીને પૂરતી હૂંફ આપીને મને હિંમત આપી છે. મારા ગઢ ગામની તમામ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી મારી ઈચ્છા છે.

અન્ય સમાચારો પણ છે...