તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચૂકાદો:ભાખરી દૂધ મંડળીમાં રૂ.2.10 લાખની ઉચાપતમાં પૂર્વ મંત્રીને 4 વર્ષની સજા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 વર્ષ અગાઉના કેસમાં પાલનપુરની ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચૂકાદો

વડગામ તાલુકાની ભાખરી (ભલગામ) દૂધ મંડળીમાં 13 વર્ષ અગાઉ રૂપિયા 2.10 લાખની ઉચાપત કરનારા મંડળીના મંત્રીને ચાર વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે પાલનપુરની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આ કેસ ચાલી જતાં ન્યાયાધીશે ચૂકાદો આપ્યો હતો.

વડગામ તાલુકાના ભાખરી (ભલગામ) દૂધ મંડળીમાં ગલબાજી બાદરજી પરમાર (ઠાકોર)એ તારીખ 1 એપ્રિલ 2008 થી 30 સપ્ટેમ્બર 2008 દરમિયાન મંત્રી પદે હતા. જોકે, મંડળીમાંથી રૂપિયા 2,10,303ની ગેરરીતિ આચરી પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરી હતી. આ અંગે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના અધિકારી લીલાચંદ હરજીવનદાસ પટેલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ પાલનપુરની ચીફ જયુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ નરેન્દ્ર એમ. કડોલીયાએ સરકારી વકીલ કલ્પેશકુમાર સી. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ગલબાજી ઠાકોરને ઇ. પી. કો. ક. 408ના ગૂનામાં ચાર વર્ષની સાદી કેદ અને રૂપિયા 10,000નો દંડ અને જો દંડની રકમ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાઓ હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...