તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોટી તરફેણ:પોલીસ બોગસ ડોક્ટરોને પકડે છે, પણ કોગ્રેસના ધારાસભ્યે DyCMને પત્ર લખીને કહ્યું,- તેમનું સમ્માન કરવું જોઇએ કેમ કે તેના કારણે ગામડાના દર્દીઓ બચ્યાં છે

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોગસ તબીબોનો કોંગ્રેસના ધારાસભ્યે બચાવ કર્યો - Divya Bhaskar
બોગસ તબીબોનો કોંગ્રેસના ધારાસભ્યે બચાવ કર્યો
  • છેલ્લા એક મહિનામાં બનાસકાંઠામાંથી 19 બોગસ ડોક્ટર ઝડપાયા
  • લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેએ પણ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી બોગસ ડોક્ટરો ઉપર તવાઈ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 19 જેટલા બોગસ ડોકટરોને પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી અન્ય ઊંટવેલીયા ડોક્ટરોમાં પણ ફફડાટ છે. જોકે, આ ડોક્ટરો પરની કાર્યવાહીને લઇને દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે અને આવા ડોક્ટરો સામે પોલીસ કાર્યવાહી ન કરવા માટે રજુઆત કરી છે. જ્યારે લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ દવેએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા હતા તો અનેક લોકો મોતને ભેટ્યા હતા. બનાસકાંઠામાં એક પણ એવો તાલુકો અથવા અંતરિયાળ વિસ્તાર નહોતો કે કોરોનાનું સંક્રમણ ફેલાતા ઓક્સિજન માટે દોડાદોડી ન હોય. તો બીજી તરફ ઇન્જેક્શન અને સારવાર માટે પણ દર્દીઓના સગા વ્હાલઓએ દોડાદોડી હતી લોકોને સારવાર લેવા માટે ખાલી બેડ પણ મળતા ન હતા અને હાલાકી ભોગવવી પડી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયાનો નાયબ મુખ્યમંત્રીને પત્ર
કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયાનો નાયબ મુખ્યમંત્રીને પત્ર

સ્વયંભૂ બંધ પાળવાથી હોવાથી ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ ન હતું જેને લઇને લોકોને શહેરોમાં પણ તકલીફ પડતી હતી ત્યારે અંતરિયાળ વિસ્તારમાં આવા ડોક્ટરોએ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અને લોકોના જીવ બચાવવામાં પણ મદદ કરી હતી. ત્યારે પોલીસને વિભાગે બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવા દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયાએ નાયબ મુખ્યમંત્રી અને લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી આવા ડોકટરો સામે પોલીસ કાર્યવાહી ન થાય તેવી માગણી કરી છે.

કોરોના કાળમાં આ તબીબોએ ઘણી સેવા આપી​​​: ધારાસભ્ય શિવા ભુરિયા
ધારાસભ્ય શિવા ભુરિયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળમાં આ તબીબોએ ઘણી સેવા આપી છે અને ઘણા જીવ બચાવ્યાં છે, જ્યારે પોલીસ આ મામલે ગેરસમજ થતી હોવાનું જણાવી રહી છે અને પોલીસ દ્વારા કોઈપણ જાતની શૈક્ષણિક લાયકાત ન ધરાવતા અને ખોટી રીતે ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતા ડોક્ટર સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએએમએસ બીએચએમએસ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરાતી ન હોવાનું જણાવ્યું હતું.

હોસ્પિટલો હાઉસફૂલ હતી ત્યારે આ લોકોએ ઘરે ઘરે જઇને સેવા આપી: મહેશ દવે
આ અંગે પૂર્વ પ્રમુખ મહેશ દવેએ જણાવ્યું હતું કે, ગામડાંઓમાં નાની મોટી પેક્ટિસ કરતા સહાયક તબીબ છે. જેને સરકાર ઉઘાડ પગા ઊંટવેદ જેવા અલગ પ્રકારના નામ આપે છે. ખરેખર તો આ નામ સામે જ પહેલા વાંધો છે. કે સાચા તબીબ નથી તે વાત અમે પણ સ્વીકારીએ છીએ પણ તે બોગસ પણ નથી. બોગસ તબીબની વાત જ ખોટી છે. કોરોનાકાળમાં જ્યારે હોસ્પિટલો હાઉસફૂલ હતી ત્યારે આ લોકોએ ગામડાઓમાં ઘરે ઘરે જઇને સેવા આપી છે.

મહેશ દવેનો મુખ્યમંત્રીને પત્ર
મહેશ દવેનો મુખ્યમંત્રીને પત્ર
અન્ય સમાચારો પણ છે...