તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી નિધન:કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને પીઢ કોંગ્રેસી નેતા ધારસી ખાનપુરાનું કોરોનાના કારણે નિધન, મોદી અને રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી

કાંકરેજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખાનપુરાએ અંતિમ શ્વાસ લીધા

કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પીઢ નેતા ધારસી ખાનપુરાનું આજે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખાનપુરાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોદીએ શોકગ્રસ્તોને સાંત્વના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કાંકરેજના ધારાસભ્ય ધારસી ખાનપુરાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સદગતને અંજલિ આપતા જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો