તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાલનપુર ખાતે સ્થાનિક ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરી

પાલનપુર2 મહિનો પહેલા
  • આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પાલનપુરમાં ખેડૂતો સાથે બેઠક યોજી
  • રાકેશ ટીકેત અંબા માતાજીના દર્શન કરી ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરશે

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. જે અંતર્ગત આગામી ચાર અને પાંચ તારીખે ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેત બનાસકાંઠામાં અંબા માતાજીના દર્શન કરી ગુજરાતમાં પણ આંદોલનની શરૂઆત કરવાના છે. જે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર આવ્યા હતા અને સ્થાનિક ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં શરૂ થવાની તૈયારીમાં છે અને આગામી ચાર અને પાંચ તારીખે ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેટ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

રાકેશ ટીકેત પ્રથમ બનાસકાંઠામાં અંબા માતાના દર્શન કરી પાલનપુર સભા યોજવાના છે. જે આંદોલનની તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર ખાતે આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠાના સ્થાનિક ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મામલે પણ અગાઉ સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ આવતાં નથી. ત્યારે આવા ખેડૂતોની વેદના પણ આંદોલનકારી નેતા રાકેશ સાંભળશે એમ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો