તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન સામે પૂર્વ ચેરમેનની જીત

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 બેઠકમાથી 11 બેઠકો પર પુર્વ ચેરમેન રેસાભાઈ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ મંત્રી ફાલ્ગુની ત્રિવેદી અને વર્તમાન ચેરમેન સવસીભાઇ પટેલની પેનલની હાર થઈ છે. જ્યારે પૂર્વ ચેરમેન રેસાભાઇ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો છે.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. ગઈકાલે આ માર્કેટયાર્ડમાં 16 ડિરેકટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઈકાલે 98 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે મતગણતરી શરૂ કરાઇ હતી.

આ મતગણતરીમાં 16માંથી 11 બેઠકો પર પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા છે. ખરીદ વેચાણ વિભાગની 10માંથી 9 બેઠકો પર રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે એક બેઠક પર સવસીભાઈ પટેલના ફાળે ગઈ હતી.

આ સિવાય વેપારી વિભાગની ચારેય બેઠક પર સવસીભાઈ પટેલના ઉમેદવારોની જીત થઇ હતી અને અન્ય બે બેઠકો પર રેસાભાઇ પટેલના ઉમેદવારો જીતતા રેસાભાઈ પટેલની પેનલને કુલ 16માંથી 11 બેઠકો પર વિજેતા થયા છે. ઉલ્લેખનીય છે કે, પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રણેય પેનલ ભાજપ સમર્થિત ઉમેદવારોની હતી. જોકે, ત્રણેયમાંથી પૂર્વ ચેરમેન રેસાભાઇ પટેલની પેનલનો વિજય થયો છે.

અન્ય સમાચારો પણ છે...