આયોજન:બનાસકાંઠાના પાલનપુરમાં સૌ પ્રથમવાર પ્રોપર્ટી એક્ષ્પોનું આયોજન

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.22 થી 24 એપ્રિલ દરમિયાન રિધ્ધી-સિધ્ધી પાર્ટી પ્લોટની સામે યોજાશે

બનાસકાંઠા બિલ્ડર એસોસિયેશન (ક્રેડાઇ) દ્વારા પાલનપુર શહેરમાં સૌ પ્રથમવાર પ્રોપર્ટી એક્ષ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. બનાસકાંઠા બિલ્ડર એસોસિયેશન (ક્રેડાઇ) દ્વારા પાલનપુરમાં આગામી 22 થી 24 એપ્રિલ 2022ના રોજ અમદાવાદ હાઇવે પર આવેલ રીધ્ધી-સિધ્ધી પાર્ટી પ્લોટની સામે પાલનપુર ખાતે પ્રોપટી એક્ષ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

તા.22 એપ્રિલે વરિષ્ઠ આગેવાનો દ્વારા ભવ્ય ઉદ્દાઘાટન કરી બનાસકાંઠાના લોકો માટે પ્રોપટી એક્ષ્પોને ખુલ્લો મુકાશે.જેમાં 30,000 ચો.ફુટની જગ્યામાં સેન્ટ્રલ એસી ડુમમાં પાલનપુરના નામાંકિત બિલ્ડરોની રેસીડેન્ટ,કોમર્સીયલ અને ફ્લેટની 100થી વધુ સ્કીમો એક સાથે એકજ જગ્યા પર જોવાનો અવસર પહેલીવાર મળશે.તેમાં અમદાવાદના પ્રસિધ્ધ કેટરર્સનું ફુડ કોટ પણ રાખવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમનું આયોજન ક્રેડાઇ બનાસકાંઠા એક્ષ્પો કમિટીના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને ગુજરાત બિલ્ડર એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી શૈલેષભાઇ જોષી,ક્રેડાઇ બનાસકાંઠાના પ્રમુખ મનુભાઇ હાજીપુરા, બનાસકાંઠા ક્રેડાઇના ઉપ પ્રમુખ પિયુષભાઇ રાવલ, સુરેશભાઇ યોગી, પ્રવિણભાઇ પટેલ, કદમભાઇ લાટીવાલા, મનિષભાઇ ઠક્કર, અશ્વિનભાઇ દવે, ભાવેશભાઇ પટેલ સહીતના સભ્યોના માર્ગદર્શનથી આયોજન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...