તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:સુઇગામ સિવાય13 તાલુકા માટે રૂ. 18.95 કરોડના 1052 કામોને આયોજન મંડળની બેઠકમાં મંજૂરી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનુસૂચિત જાતિ જનજાતિની વસ્તી મુજબ બજેટમાં સૂચનો લેવાયા ન હોવાનો સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષનો આક્ષેપ

વર્ષ-21-22ના જિલ્લાના સૂઇગામ સિવાય 13 તાલુકાઓ માટે 18 કરોડ સામે કુલ રૂ.18.95 કરોડના 1052 વિકાસકામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જિલ્લાની 6 નગરપાલિકાઓ ધ્વારા રૂ. 1.72 કરોડના 29 કામોનું આયોજન રજુ કરવામાં આવ્યું હતુ. જોકે જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એ જિલ્લા આયોજન અધિકારીને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે" જિલ્લામાં અનુસૂચિત જાતિ જનજાતિની વસ્તી મુજબ બજેટમાં સૂચનો લેવાયા નથી અને આયોજન મંજુર કરવા મામલે વાંધો મોકલી આપ્યો હતો.

બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી પ્રભારી મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું કે, ગયા વર્ષે જિલ્લામાં 1127 કામો મંજુર કરવામાં આવ્યા હતાં. જે પૈકી 662 કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે, 395 કામો પ્રગતિ હેઠળ છે અને 70 શરૂ ન થયેલા કામો ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવા સૂચના આપી. વિકાસશીલ તાલુકાઓમાં સમાવિષ્ટ 8-તાલુકાઓમાં 636 કામો મંજુર કરવામાં આવ્યા હતાં. તે પૈકી 327 કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે, 289 કામો પ્રગતિ હેઠળ છે અને 20 કામો શરૂ થયા ન હોવાથી તે પણ ઝડપથી શરૂ કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ પરમારે આગલા દિવસે બેઠકની જાણ કરાઇ હતી જેથી જુદા જુદા કામોના આયોજનની સમીક્ષા કરી શકાઈ નથી તેમ જણાવી લેખિત વાંધો આયોજન અધિકારીને મોકલી આપ્યો હતો.

સુઇગામમાં વિવાદોના લીધે હવે ગ્રાન્ટમાં વિલંબ થશે
સુઇગામમાં ટીડીઓ અને તાલુકા પ્રમુખ વચ્ચેના વિવાદમાં વોકસના કામોમાં બ્રેક લાગી છે. પ્રમુખે કહ્યું હતું કે એક મહિનાથી કોઈ મિટિંગ થઈ નથી,TDO મેડમ બરોબર ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે અન્ય લોકો પાસેથી સૂચનો મંગાવે છે,જે મને બતાવતા પણ નથી. બીજીતરફ ટીડીઓને આ બાબતે પૂછતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. જ્યારે ડીડીઓ એ જણાવ્યું હતું કે સુઇગામનું આયોજન વિલંબથી આવતા તેનો સમાવેશ હમણાં થયો નથી પણ પાછળથી ઉમેરો કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...