તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં 9 જગ્યાએથી લેવાયેલા સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલતા હલકી કક્ષાના હોવાનું સામે આવ્યું છે.પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે પનીર, ઓઇલ, કાળામરી, મોહનથાળ, મીઠોમાવો, દહીં અને મરચાની ભૂકી સહિતના સેમ્પલ લીધા હતા. જેમાં મિલાવટખોરોએ જુદા જુદા પેંતરા અજમાવ્યા હતા. મીઠોમાવો શેકેલો દેખાય એ માટે કથ્થઈ રંગનો કલર ભેળવ્યો તો વળી કોઈકે મિર્ચ પાવડરને ફિક્કા બનાવવા ચોખાના લોટમાં લાલ કલર નાખ્યો હતો.
પાલનપુરના ચડોતરમાં મનોજ પીતાંબરદાસ પટેલની શ્રીજી મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટમાંથી લુઝ પનીરનું સેમ્પલ લીધું હતું. જે લેબોરેટરીમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવતા સબસ્ટાન્ડર્ડ આવ્યું હતુ.ઉપરાંત ધાનેરા ગંજરોડમાં આવેલી ચતરાજી રામજી ભુરીયાની ભીમાશંકર ટ્રેડીંગ કંપનીમાંથી પ્રિસીવ રિફાઇન્ડ કોટન શિડઓઈલનું એક લીટર કંપનીનું ટીન લીધું હતું. જેમાં બીઆર રેટિંગ, આયોડિન વેલ્યુ અને એસિડ વેલ્યુ ઓછા હતા તેમજ કોટનસીડ ન હતુ.
જ્યારે દાંતામાં અબ્દુલભાઇ મોહમ્મદભાઈ અરોડીયાની ફેરસુખ સુપરમાર્કેટમાંથી લેવાયેલા કાળામરી સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.ભાભરમાં સમુખભારથી કરસનભારથી ગૌસ્વામીની શિવનાસ્તા હાઉસ પેઢીમાં મોહનથાળમા નોન પરમિટેડ કલરની હાજરી જોવા મળતા અનસેફ જાહેર કરાયું હતું. જયારે દાંતામાં ઈમ્તિયાઝ અશરફભાઈ કડીવાલની સેન્ટ્રલ સ્વીટ બેકરીમાંથી મીઠો માવો સબસ્ટાન્ડર્ડ આવ્યું હતું.જેમાં ફૂડકલરની હાજરી જોવા મળી હતી.જ્યારે દાંતાની જ મુસ્તકીમ ઉમરભાઈ કડીવાલની ન્યુ તાજ બેકરીમાંથી લેવાયેલા શેકેલા મીઠા માવાના સેમ્પલમાં સિન્થેટિક ફૂડકલર નાખીને મિલાવટ કરવામાં આવી હતી.
ચડોતરમાં મનોજ પીતાંબરદાસ પટેલની શ્રીજી મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટમાંથી લેવાયેલા દહીંના સેમ્પલમાં ફેટ ઓછા આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયું હતું.ફૂડ સેફટીના નોમ્સ મુજબ ઓછામાં ઓછા સાડા ચાર ફેટ દહીંમાં હોવો જોઈએ જેના કરતા પણ ઓછા ફેટ અહીં જોવા મળ્યા હતા.જ્યારે ધાનેરાની દશરથકુમાર ઠક્કરની મહેશ પ્રોવિઝન સ્ટોરનીમાંથી કાળામરીના સેમ્પલ લેવાયા હતા જેમાં કાળામરીને ચમકાવવા મિનરલ ઓઇલનો ઉપયોગ કર્યો હતો જેથી અનસેફ જાહેર કરાયું હતું. અમીરગઢના મુકેશકુમાર લાલચંદ અગ્રવાલની પેઢીમાંથી રાજા ગોલ્ડ મિર્ચ પાવડરમાં માત્ર કલરની હાજરી હતી પરંતુ મરચું ફીકુ બનાવવા માટે ચોખાના લોટની ભેળસેળ કરાઈ હોવાનું બહાર આવ્યું હતુ.
જાણો | ખાદ્યપદાર્થમાં ભેળસેળની ખબર કઇ રીતે પડે
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.