તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સૌથી લાંબા બ્રિજનો ડ્રોનની આંખે નજારો:આકાશી નજરે માણો ડીસાના 3.7 કિલોમીટર લાંબા બ્રિજની સફર, 105 જેટલા સિંગલ પિલર બનેલો એલિવેટેડ બ્રિજ

પાલનપુર3 મહિનો પહેલા
  • અંદાજિત 250 કરોડની રકમથી બ્રિજ તૈયાર કરાયો
  • ડીસા શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાં ટ્રાફિક સમસ્યાનો અંત આવશે

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી નેશનલ હાઇવે પસાર થાય છે, જેને કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ ભોગવી રહ્યા હતા. ત્યારે ડીસામાં 105 સિંગલ પિલર પર વિધાઉટ લુક ધરાવતો ફ્લાઇ-ઓવર બ્રિજ લોકાર્પણ માટે તૈયાર છે. 3.7 કિલોમીટર લાંબો અને અંદાજિત અઢીસો કરોડની રકમથી બ્રિજ તૈયાર થયો છે, જેનાથી ડીસા શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાં ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.

કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો

સરહદી વિસ્તારના વાવ, થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ દિયોદર, ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેને કારણે અનેક વાર અકસ્માતો થતા હતા, જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઇ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 250 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લુક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજને કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે.

આ બ્રિજ અંદાજિત 3.7 કિલોમીટરની લંબાઈ ધરાવે છે

ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે સિંગલ 105 પિલર પર વિધાઉટ લુક ધરાવતો આ ફ્લાઇ-ઓવર બ્રિજ છે. અગાઉ 2.75 કિલોમીટર ધરાવતો સુરતનો ફ્લાઇ-ઓવર બ્રિજ બન્યો હતો. અંદાજિત 3.7 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ ફ્લાઇ-ઓવર બ્રિજ અંદાજિત 250 કરોડની રકમ ભારત સરકારે ડીસાને આપી છે.

બ્રિજની ખાસિયત
ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજ અવ્વલ
100km પ્રતિ કલાકની સ્પીડે વાહન જઈ શકશે
3.7 કિલોમીટરની લંબાઈ
250 કરોડ રૂપિયા આ બ્રિજનો કુલ અંદાજિત ખર્ચ
આ બ્રિજમાં 80 હજાર ઘન મીટર કોંક્રિટ વપરાયું છે
10500 ટન સ્ટીલનો જથ્થો વાપરવામાં આવ્યો
ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો

અન્ય સમાચારો પણ છે...