તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ સામે સાવચેતી:બનાસકાંઠા જિલ્લા માટે વધુ પાંચ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી, જિલ્લા કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

પાલનપુર11 દિવસ પહેલા
 • મહામારીમાં લોકોને રાહત મળે તે હેતુથી કલેક્ટરે નિર્ણય કર્યો

ચારેબાજુ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. લોકો સ્વયંભૂ બંધ રાખીને સંક્રમણને અટકાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. જ્યારે તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકોની સેવા માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સને લોકોની સેવા માટે મુકવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરના સંક્રમણને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના સંજોગો અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી બહુ સરાહનીય રહી છે.

જિલ્લામાં અત્યાર સુધી 24 જેટલાં અલગ અલગ સ્થળોને 108 એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા હતાં. પરંતું જિલ્લાની જનસંખ્યા, વિસ્તારને ધ્યાને લઇ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે.

જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનાર સમયમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ર્ડા. એસ. એમ. દેવ, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી, 108 ના કિરણ પરમાર સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો