વાતાવરણમાં પલ્ટો:ઉત્તર ગુજરાતમાં માવઠું, કાંકરેજમાં પોણો ઈંચ વરસાદ

બનાસકાંઠા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેને લઈ દોડધામ મચી ગઈ હતી. - Divya Bhaskar
પાંથાવાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેને લઈ દોડધામ મચી ગઈ હતી.
  • દાંતા 5 મીમી, ભાભર 4 મીમી, વાવ 3 મીમી, વડગામ 3 મીમી, લાખણી,ડીસા, દાંતીવાડા 2 મીમી,પાલનપુર 1 મીમી વરસાદ
  • ઉ.ગુજરાતના 24 તાલુકામાં માવઠાથી 3.13 લાખ હેક્ટર પાકને રોગચાળાનો ખતરો,પોશીનામાં અડધો ઈંચ વરસાદ

2 સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે દિવસભર વાદળાં બાદ મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કાંકરેજમાં પોણો ઇંચ અને પોશીનામાં અડધા ઇંચ સહિત ઉ.ગુ.ના 24 તાલુકાઓમાં નોંધણીલાયક વરસાદ વરસ્યો હતો. આ સાથે મોટાભાગના વિસ્તારોમાં ઝરમરિયો વરસાદ વરસ્યો હતો.

માવઠા અને વાદળાંનાં કારણે ઠંડીમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગરમીનું પ્રમાણ સાડા ત્રણ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 24 થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેના કારણે દિવસભર વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. વધુ કાંકરેજ પંથકમાં 211 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ દાંતા 5 મીમી, ભાભર 4 મીમી, વાવ 3 મીમી, વડગામ 3 મીમી, લાખણી, ડીસા દાંતીવાડા 2 મીમી, પાલનપુર 1 મીમી વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદના પગલે ખેતીના પાકોને નૂકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. ડીસા શહેરના મુખ્ય બજારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં કાદવ કીચડ થયો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.

આગાહી : ઉ.ગુજરાતમાં 2 દિવસ સવારે ધુમ્મસ સાથે ઝાકળ પડી શકે છે
બુધવારે અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે ઉ.ગુ.નું મોટાભાગનું વાતાવરણ સામાન્ય થશે. હવામાં વધુ પડતાં ભેજના કારણે 2 દિવસ સવારે ધુમ્મસ સાથે ઝાકળ પડી શકે છે. આગામી 2 ડિસેમ્બર સુધીમાં ઠંડી 5 ડિગ્રી જેટલી વધી શકે છે. 2 ડિસેમ્બર બાદ ઠંડીમાં ફરી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

ઉ.ગુ.માં નોંધણીલાયક કમોસમી વરસાદ
બનાસકાંઠા : કાંકરેજમાં 21 મીમી, દાંતામાં 5 મીમી, ભાભરમાં 4 મીમી, વડગામમાં 3 મીમી, ડીસામાં 2 મીમી, થરાદમાં 2 મીમી, દાંતીવાડામાં 2 મીમી, લાખણીમાં 2 મીમી, વાવમાં 2 મીમી, પાલનપુરમાં 1 મીમી
મહેસાણા : બહુચરાજીમાં 2 મીમી, ખેરાલુમાં 2 મીમી, વડનગરમાં 2 મીમી
પાટણ : સાંતલપુરમાં 4 મીમી
સાબરકાંઠા : પોશીનામાં 12 મીમી, ખેડબ્રહ્મામાં 8 મીમી, હિંમતનગરમાં 4 મીમી, વિજયનગરમાં 2 મીમી, પ્રાંતિજમાં 2 મીમી, ઇડરમાં 1 મીમી
અરવલ્લી : મોડાસામાં 4 મીમી, ભિલોડામાં 2 મીમી, ધનસુરામાં 1 મીમી

માવઠાંથી બટાકા અને જીરાના પાકમાં સુકારો આવવાની ખેડૂતોમાં દહેશત
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી બટાકા, જીરૂ અને રાયડા જેવા પાકની વાવેતર ની શરૂઆત કરી હતી ત્યારે વાવેતર સમયે જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. અગાઉ સતત ત્રણ દિવસ પડેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. જ્યાં સોમવારે વરસાદના કારણે તેમજ વાદળછાયા વાતાવરણના કારણે જીરા અને બટાટામાં સૂકારા જેવો રોગ આવવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે.: કાનજીભાઇ પટેલ (ખેડૂત, ડીસા)

કમોસમી વરસાદથી ખેતીના પાકોને કોઇ નુકસાન નથી : જિલ્લા ખેતીવાડી અધિકારી
બનાસકાંઠામાં સોમવારે રાત્રે કમોસમી વરસાદ નોંધાયો છે. જોકે, વધુ પ્રમાણમાં ન હોવાથી ખેતીના પાકોને કોઇ નૂકશાન થયું નથી. > પી. કે. પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા)

અન્ય સમાચારો પણ છે...