જીવદયા:ઝેરડા નજીક ડાલામાં કતલખાને લઇ જવાતાં પાંચ પશુ બચાવાયાં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરાના શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી

ડીસા તાલુકાના ઝેરડા નજીકથી જીવદયાપ્રેમીઓએ જીપડાલામાં કલતખાને લઇ જવાતા પાંચ પશુઓ બચાવી લીધા હતા. આ અંગે પોલીસે ધાનેરાના એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ ડીસા તાલુકાના ઝેરડા નજીક જીવદયાપ્રેમી હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા, મનોજકુમાર સુરેશભાઇ દવે, ભરતસીંગ વિજુસીંગ વાઘેલા, સુરપાલસિંગ જુજારસીંગ વાઘેલા, દેવેન્દ્રભાઇ રામચંદભાઇ દવે અને વસંતસિંગ મોઘસિંગ વાઘેલાએ પીકઅપડાલા નં. જીજે. 02. વી.વી. 8365ને ઉભુ રખાવી અંદરથી પાંચ પશુઓને કતલખાને જતાં બચાવી લીધા હતા.

આ અંગે હિમાલયભાઇએ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જીપડાલા ચાલક ધાનેરાના સદામભાઇ મહમદભાઇ શેખ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...