તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પાલનપુર,ડીસા,ભાભર,થરા,થરાદ અને ધાનેરામાં ફાયર NOCની કાર્યવાહી 1લી એપ્રીલે કેમ્પ યોજાશે

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંજૂરી માટે ના ડેટા અપલોડ કરવા પુરાવા સાથે હાજર રહેવા તમામને કહેવાયું

જિલ્લામાં પાલનપુર ડીસા થરાદ ધાનેરા થરા ભાભર નગરપાલિકાઓમાં જ્યાં ફાયર સિસ્ટમથી સજ્જ હોસ્પિટલ્સ અને સ્કૂલોની જરૂરી દસ્તાવેજો સાથે અરજી મેળવી અને સ્થળ ચકાસણી કરી એનઓસી આપવા માટે પ્રથમવાર કેમ્પનું આયોજન કરનાર છે.

બધું સમુસુતરું પાર પડ્યું તો પહેલી એપ્રિલે જિલ્લાની નગરપાલિકાઓમાં આ પ્રક્રિયા હાથ ધરાશે.જે અંતર્ગત પાલીકાઓ દ્વારા હોસ્પિટલો અને સ્કૂલોનું સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમજ જેતે એસો.ને આ અંગે સામુહિક એનઓસી પ્રક્રિયા થાય તે માટે આધાર પુરાવા સાથે અરજીઓ મેળવી સ્થળ ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

જેને પગલે પાલિકા અરજીઓ મેળવી હવે ચકાસણી કરશે અને તેનો અહેવાલ કેમ્પમાં રિજનલ ફાયર ઓફિસર સમક્ષ રજૂ કરશે. જેમાં ફાયર એનઓસી મળવાપાત્ર સંસ્થાને મળી જશે.જેમાં ફાયરના સાધનો, ઇમારતનો બહારથી અને અંદરથી ફોટો તેમજ લગાવેલી સિસ્ટમનો ટેસ્ટિંગનો વીડિયો પેનડ્રાઇવમાં આપવો પડશે.

પાલનપુરમા હોસ્પિટલ અને સ્કૂલ સંચાલકોએ એનઓસી માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી માટેની પ્રક્રિયા હાથ ધરી છે. પાલિકા સૂત્રોએ જણાવ્યું કે, જરૂરી ડોક્યુેમન્ટ સાથે અરજીઓ મેળવ્યા પછી પાલિકા ફાયર ઇન્સપેક્ટર સ્થળ ચકાસણી કરશે અને નિયત સમયે કેમ્પમાં રિજનલ ફાયર ઓફિસર સમક્ષ રજૂ કરશે. જેમાં સેફ્ટી સિસ્ટમમાં મળવાપાત્ર એકમને એનઓસી મળશે. વહેલી સવારે 8 વાગ્યાથી આ કામગીરી શરૂ થશે.

ફાયર એનઓસી માટે જરૂરી પુરાવા
}નિયત ડ્રાફ્ટમાં અરજી }ફિક્સ ફાયર ફાઇટિંગ સિસ્ટમનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ રૂ.300ના સ્ટેમ્પ પર નોટરી સાથે (સિસ્ટમ હોય તો)}બાંહેધરીપત્રક રૂ. 300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને આપવાનો રહેશે.}ફાયરના સાધનોનું રિફિલીંગ, બિલની નકલ
}ઇલેકટ્રીકલ ટેસ્ટ સર્ટી અને બાંહેધરીપત્રક }લિફ્ટ લાયસન્સ }વિકાસ પરવાનગી/ બીયુ/ બાંધકામની રજાચિઠ્ઠી, ફેક્ટરી લાયસન્સની નકલ (આ પૈકી લાગુ પડતી) ●}ઇમારતનો સક્ષમ સત્તા દ્વારા મંજૂર પ્લાન નકલ અથવા માલિકોનો પુરાવો. }પેન ડ્રાઇવમાં વીડિયો, ફોટો, અપલોડ કરવી પડશે. }ફાયરના સાધનોના કલર ફોટો તેમજ ઇમારતનો બહારથી તેમજ અંદરથી ફોટો, }હાયડ્રન્ટ, હોજરીલ, સ્પ્રીન્કલર, ડિટેકશન, એલાર્મ }સિસ્ટમ પૈકી જે સિસ્ટમ હોય તેનો વીડિયો તેમજ ટેસ્ટિંગનો વીડિયો, }ઇમારતનો મંજૂર પ્લાન (નકશો)ની પીડીએફ ફાઇલ 10 થી 20 એમબીની લાવવાની રહેશે. }આ તમામ પેનડ્રાઇવમાં નગરપાલિકાને આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો